ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાના 6 નવા પોઝિટિવ કેસ, કુલ સંખ્યા 628 - Lunawada Corona News

મહિસાગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કોરોનાને નાથવા અનેકવિધ પગલાં લઈ રહ્યું છે. મંગળવારે જિલ્લામાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ કુલ સંખ્યા 628 પર પહોંચી છે, તો વધુ 14 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

મહીસાગરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, કુલ સંખ્યા 628
મહીસાગરમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા, કુલ સંખ્યા 628

By

Published : Aug 26, 2020, 10:43 AM IST

મહિસાગરઃ જિલ્લાના વડામથક લુણાવાડામાં મંગળવારે બાલાસિનોરમાં 3, લુણાવાડામાં 1, સંતરામપુરમાં 1, વિરપુરમાં 1 કેસ મળી કુલ 6 કેસ નોંધાયા છે, ત્યારે જિલ્લામાં બુધવારના રોજ વધુ 14 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે, અત્યાર સુધીમાં 622 કેસમાંથી 528 દર્દીઓ કોરોનાનાથી સ્વસ્થ થયા છે. હાલમાં કોરોનાના 65 દર્દીઓ સારવાર હેઠળ છે.

અત્યાર સુધી જિલ્લામાં 18,002 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. તેમજ 370 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે કુલ 35 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 17 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર, 7 દર્દી જનરલ હોસ્પિટલ-લુણાવાડા, 4 દર્દી CCC લુણાવાડા, 6 દર્દી SDH સંતરામપુર, 12 દર્દી હોમ આઈસોલેશનમાં તેમજ 19 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 62 દર્દીઓ સ્ટેબલ અને 2 દર્દી ઓક્સિજન પર તેમજ 1 દર્દી વેન્ટીલેટર પર છે.

ABOUT THE AUTHOR

...view details