ગુજરાત

gujarat

ETV Bharat / state

કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં 59,656 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડાયું

મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવકમાં વધારો થયો છે. કડાણા ડેમના મંગળવારની સવારે બંધ કરેલા ગેટ ફરી બુધવારના રોજ ખોલવામાં આવ્યાં છે, તેમજ ચાર પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યાં છે.

કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં 59,656 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું
કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં 59,656 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું

By

Published : Aug 26, 2020, 3:11 PM IST

મહીસાગરઃ મહીસાગર જિલ્લાના કડાણા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતાં રુલ લેવલ જાળવવા કડાણા ડેમના 4 ગેટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે ડેમના ઉપરવાસમાંથી 60,156 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે ડેમના 4 ગેટ 6 ફૂટ ખોલી 39,656 ક્યૂસેક પાણી તેમજ ચાર પાવર હાઉસ મારફતે 20,000 ક્યૂસેક પાણી થઈ કુલ 59,656 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં 59,656 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું

આ ઉપરાંત 500 ક્યૂસેક પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. કુલ પાણીની જાવક 60,156 ક્યૂસેક છે. 60 મેગાવોટના ચાર પાવર હાઉસ કાર્યરત થતા 240 મેગાવોટ વીજ ઉત્પાદન થશે. હાલમાં ડેમનું જળ સ્તર 416.11 ફૂટ, જે 1 સપ્ટેમ્બરના રુલ લેવલ 416 ફૂટ કરતા 11 ઇંચ વધારે છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 419 ફૂટ કરતાં 2.1 ફૂટ કરતાં ઓછું છે. હાલ રુલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમમાં ઉપરવાસમાં પાણીની આવક વધતાં 59,656 ક્યૂસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details