મહીસગર: કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાઇરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેક્ટર આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની રાહબરી હેઠળ આયુષ મંત્રાલયના દિશા નિર્દેશ પ્રમાણે જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધીના આરોગ્યના કર્મીઓ સતત અવિરત પણે પોતાની ફરજો અદા કરી રહ્યા છે.
સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા - Number of Gujarat Corona
વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 53 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 53 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા
આમ છતાં પણ હજુ નાગરિકો તેને ગંભીરતાથી નથી લઇ રહ્યા. જેથી નાગરિકોમાં ગંભીરતા આવે અને તેઓમાં જાગૃતિ આવે તેમજ કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુથી સંતરામપુરના વિવિધ વિસ્તારોમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા 53 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોગ્ય કર્મીઓ દ્વારા તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ અને માસ્કની ઉપયોગીતા અને સેનેટાઇઝરના ઉપયોગ વિશે માહિતી આપી હતી.