ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર: દિવાળીના તહેવારોમાં ફટાકડાની ખરીદીમાં 50 ટકા ઘટાડો - નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એજન્સી

મહીસાગર: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે મહીસાગર જિલ્લાના શહેરોના બજારોમાં વેપારીઓ ફટાકડાના વેચાણ માટે બેઠા છે. દર વર્ષે લોકો દિવાળીના તહેવારોની ઉજવણી ફટાકડા, રંગબેરંગી લાઈટ્સ, અને મીઠાઈઓ વહેંચી ઉજવતા હોય છે, પરંતુ કોરોનાને કારણે દિવાળીના તહેવારોમાં ફટાકડાના વેચાણમાં ગત વર્ષ કરતા 50 ટકા ઓછી રહેતા વેપારીઓમાં નિરાશા પ્રસરી છે.

મહીસાગર
મહીસાગર

By

Published : Nov 8, 2020, 3:05 PM IST

Updated : Nov 8, 2020, 3:42 PM IST

  • દિવાળીને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ
  • દિવાળીના તહેવારોમાં ફટાકડાની ખરીદીમાં 50 ટકા ઘટાડો
  • કોરોના મહામારી અને અતિવૃષ્ટિની દિવાળીના તહેવાર પર અસર

મહીસાગર : દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના શહેરોની બજારોમાં વેપારી દ્વારા ફટાકડાના અનેક સ્ટોલ લગાવવામાં આવ્યા છે. દર વર્ષે લોકો દિવાળીના તહેવારોની ઉજવણી ફટાકડા, રંગબેરંગી લાઈટ્સ અને મીઠાઈઓ વહેંચી ઉજવતા હોય છે, પરંતુ કોરોના સંક્રમણને કારણે દિવાળીના તહેવારોમાં ફટાકડાની માગ ગત વર્ષની સરખામણીએ 50 ટકા ઓછી રહેતા વેપારીઓ નિરાશા થયા છે.

કોરોના મહામારી અને અતિવૃષ્ટિની દિવાળીના તહેવાર પર અસર

આર્થિક મંદીની તહેવારોની ઉજવણી પર અસર

ફટાકડાનો સ્ટોલ ઉભો કરનારા વેપારીઓએ લાખો રૂપિયાનો માલ ભર્યો છે. તેવા સમયે ફટાકડાની ખરીદી કરવા માટે ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી છે. વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વર્ષે દિવાળીના ફટાકડા ખરીદીમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોના કાળમાં કારણે ધંધા રોજગાર ઠપ હોવાથી લોકો આર્થિક મંદીનો માર સહન કરી રહ્યા છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ફટાકડાની ખરીદી માટે ગ્રાહકોની ભીડ રહેતી હતી. દિવાળી આડે હવે માત્ર 5 દિવસ બાકી છે, તેમ છતાં પણ જોઈએ તેટલા પ્રમાણમાં ગ્રાહકો ખરીદી કરી રહ્યા નથી.

દિવાળીના તહેવારોમાં ફટાકડાની ખરીદીમાં 50 ટકા ઘટાડો

કોરોના મહામારીને કારણે દેશમાં અનેક તહેવારોમાં લોકોમાં માયુષી

હાલમાં કોરોના મહામારીને કારણે દેશમાં અનેક તહેવારોમાં લોકોમાં માયુષી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારોમાં ઓનલાઈન ફટાકડા વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે સરકાર દ્વારા રાત્રે 8થી 10 કલાક સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. જે કારણે આતશબાજીના રસિકોમાં પણ નિરાશ જોવા મળી રહી છે.

દિવાળીના તહેવારોમાં ફટાકડાની ખરીદીમાં 50 ટકા ઘટાડો

દિવાળીમાં ફટાકડા ફોડતા આટલી બાબતોનું રાખવું પડશે ધ્યાન નહિ તો પોલીસ કરશે કાર્યવાહી

દિવાળીના પર્વ નિમિત ફટાકડા ફોડવા અંગે સુપ્રીમ કોર્ટ તરફથી કેટલાક દિશા નિર્દેશો કરવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે પણ ફટાકડા ફોડવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

સુપ્રીમ કોર્ટના વર્ષ 2015ના હુકમ પ્રમાણે ગુજરાત સરકારે પરિપત્ર જાહેર કર્યો, NGTની નોટિસ મુદ્દે હજુ કોઈ નિર્ણય નહીં

સમગ્ર દેશમાં દિવાળી દરમિયાન ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં સુપ્રીમ કોર્ટે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકયો છે. આ સાથે જ વિદેશી ફટાકડાના વેચાણ અને સંગ્રહ કરવા પર પણ ગુનો બનશે તેવો પણ આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. જેને અનુલક્ષીને આજે શનિવારે ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને ગુજરાતમાં પણ વિદેશી ફટાકડાના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મુકવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશામાં ફટાકડા પર પ્રતિબંધ

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ફટાકડા ફોડવા ઊંચા નીચા થઈ રહ્યા છે, પરંતુ આ વખતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશા સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત આ ત્રણેય રાજ્યમાં ફટાકડાનું વેચાણ અને ખરીદી પણ નહીં થઈ શકે. અને જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજયમાં ફટાકડા અંગે હજૂ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી: નીતિન પટેલ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એજન્સી દ્વારા તમામ રાજ્યો પાસે ફટાકડા ફોડવા અંગેના અભિપ્રાયો મંગાવવામાં આવ્યા છે. જ્યારે રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાતમાં ફટાકડા ફોડવાની પરવાનગી આપવામાં આવશે કે નહીં તે બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય સરકારે હજી સુધી આ બાબતે કોઈ જ પ્રકારનો નિર્ણય લીધો નથી.

Last Updated : Nov 8, 2020, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details