મહીસાગરઃ જિલ્લામાં આજે બે વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સંતરામપુર તાલુકામાં એક મહિલા તેમજ એક પુરુષને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 5 થઈ ગઈ છે. મહીસાગરના વીરપુરમાં- 2, બાલાસિનોરમાં-1 બાદ વધુ બે કોરોના કેસ પોઝિટિવ સામે આવ્યા છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 35 વર્ષની મહિલા અને 60 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ આવતાં મહીસાગર જિલ્લામાં કુલ પાંચ કેસો નોધાયા છે.
મહીસાગર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 5 થઈ - corona news
મહીસાગરઃ જિલ્લામાં આજે બે વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સંતરામપુર તાલુકામાં એક મહિલા તેમજ એક પુરુષને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 5 થઈ ગઈ છે.
સંતરામપુરના બંને કોરોના પોઝિટિવ દર્દીઓ ગોધરા સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતાં નર્સને કોરોના પોઝિટિવ આવ્યો છે તેના સંપર્કમાં આવ્યા હતા. એક બાદ એક પોઝિટિવ કેસનો વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે. મહીસાગરમાંં હાલ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા પાંચ થઈ છે.
જેમાં તમામ દર્દીઓમાં બાલાસિનોરના 73 વર્ષીય પ્રેમીલાબેન શાહને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમજ વીરપુરના બે અને સંતરામપુરના બે દર્દીઓને સારવાર અર્થે બાલાસિનોરની ન્યુ કે.એમ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.