લુણાવાડાઃ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે મહિસાગર જિલ્લાના કોઈ પણ બીમારીના દર્દી તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે બાલાસિનોર તાલુકામાં આવેલ ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સહયોગથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીની રાહબરીમાં ઓથવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ગોધરા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઓથવાડની ટીમ દ્વારા યોજવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં 43 જેટલા રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં કોરોના વોરિયર બની અનેરું યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.