મહીસાગર: જિલ્લાના લુણાવાડા અર્બન વિસ્તારમાં 44 વર્ષના પુરુષ, વીરપુરમાં 81વર્ષના પુરુષ તેમજ લુણાવાડા તાલુકાના મોટા સોનેલા ગામના 43 અને 20 વર્ષીય પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના 130 પોઝિટિવ કેસ નોંધાયા છે. શનિવારે વીરપુર તાલુકાના સાલૈયા ગામના પુરુષ, લુણાવાડા અર્બનની 50 અને 62 વર્ષીય સ્ત્રીઓએ કોરોનાને મહાત આપતાં અત્યાર સુધીમાં કુલ 123 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે બે વ્યક્તિના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલ ફ્લુ /કોરોનાના કુલ 3018 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના 394 વ્યક્તિઓને હોમકોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.
મહીસાગરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંખ્યા 130 થઈ - mahisagar news
મહીસાગર જિલ્લામાં કોરોનાએ ફરીથી પગપેસારો કર્યા છે. શુક્રવાર સુધી જિલ્લાની બાલાસિનોર કોવિડ હોસ્પિટલ ખાતે એક પણ કેસ સારવાર હેઠળ ન હતો. ત્યારે શનિવારના રોજ જિલ્લામાં કોરોનાના 4 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ સાથે મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 130 થઈ ગઇ છે.
મહીસાગરમાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ
જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે એક દર્દી સ્પંદન મલ્ટીસ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ વડોદરા, 03 દર્દી કે.એસ.પી. હોસ્પિટલ બાલાસિનોર, અને 01 નારાયણા હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા પાંચ દર્દીઓ સામાન્ય હાલતમાં છે.