લુણાવાડાઃ મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા આયુર્વેદિક અધિકારીની કચેરીના તાબા હેઠળ કાર્યરત આર્યુવેદિક અને હોમિયોપેથીક વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ટીમ દ્વારા COVID-19 સામે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે આયુર્વેદિક ઉકાળા (અમૃતપેય) સંશમની વટી ગોળી અને આર્સેનિક આલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.
મહીસાગરમાં 4.12 લાખ લોકોએ આયુર્વેદિક ઉકાળો પીધો - બાલાસિનોર
મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા આયુર્વેદિક અધિકારીની કચેરીના તાબા હેઠળ કાર્યરત આર્યુવેદિક અને હોમિયોપેથીક વિભાગના અધિકારીઓ કર્મચારીઓની ટીમ દ્વારા COVID-19 સામે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે આયુર્વેદિક ઉકાળા (અમૃતપેય) સંશમની વટી ગોળી અને આર્સેનિક આલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.
મહિસાગર જિલ્લામાં અત્યાર સુધીમાં 4,12,180 લોકોને સતત પાંચ દિવસ સુધી ઉકાળાનો ડોઝ પીવડાવવામાં આવ્યો છે, જ્યારે 11,146 વ્યક્તિઓને સંશમની વટી આયુર્વેદિક ગોળી તેમજ હોમીઓપેથીક દવા આર્સેનિક આલ્બની 30 ગોળી 2,25,181 લોકોને વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં ઉકાળો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામીણજનો માટે ખાસ્સો લોકપ્રિય બની કોરોના વાયરસ સામે સુરક્ષિત બનવા ઉત્સાહ પ્રેરક બન્યો છે. ફરજ પરના પોલીસ કર્મીઓ, સરકારી કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મીઓને અને કોરોના વોરિયર્સને પણ ઉકાળાનું સેવન મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં કોરોના સંક્રમીત થયેલા વ્યક્તિઓને પણ નિયમિત રીતે બાલાસિનોર કોવિડ હોસ્પિટલમાં ઉકાળા પીવડાવવામાં આવે તેની વ્યવસ્થા સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર વૈદ્ય સંજય ભોઈ દ્વારા કરવામાં આવી છે. કોરોના વાઇરસમાંથી કોરોના મુક્ત થયેલા મોટા ભાગના નાગરિકોને જ્યારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે, ત્યારે તેઓને પોતાના સ્વસ્થ થવામાં જે સારવાર આપવામાં આવી તેમાં આયુર્વેદિક ઉકાળોને પણ શ્રેય આપ્યો.
આ અંગે વૈદ સંજય ભોઇએ જણાવ્યું કે, ઉનાળાની ગરમીમાં લોકોને ઉકાળો ગરમ ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખી તેનો ડોઝ નક્કી કરવામાં આવેલ છે. તેમજ ઠંડક આપનાર દ્રવ્યનો ઉપયોગ હાલ ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. તેમજ જિલ્લાની પ્રજાનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. આમ કોરોના સામેની લડતમાં આયુર્વેદિક ઉકાળો મહત્વનો ભાગ ભજવશે.