- કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો
- આરોગ્ય તંત્રના અધિકારીઓ અને કર્મયોગીઓની યુદ્ધના ધોરણે કામગીરી
- નાગરિકોમાં કોરોના વાઇરસ પ્રત્યે ગંભીરતા અને જાગૃતિ લાવવા પ્રયાસ
મહીસાગરઃ હાલની આ મહામારીના સમયમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે નાગરિકોને કોરોના વાઇરસની પરિસ્થિતિથી વાકેફ કરી, તેમનામાં ગંભીરતા અને જાગૃતિ આવે. કોરોના વાઇરસના સંક્રમણને વધુ ફેલાતો અટકાવી શકાય તે હેતુસર ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકી લુણાવાડા તાલુકાના વરધરી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ધન્વંતરી રથના સંયુકત પ્રત્યનોથી મેડિકલ ઓફિસરો અને તેમની આરોગ્ય ટીમ દ્વારા 32 RTPCR અને 18 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃલુણાવાડામાં મેડિકલ ટીમ દ્વારા વેપારીઓના RTPCR તેમ જ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરાયા