ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોરમાં રોગચાળા વકર્યો, 15 દિ'માં ડેન્ગ્યુનાં 30 કેસ - 30 cases of dengue reported

મહીસાગર: બાલાસિનોરની કે.એમ.જી. હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુના 30 જેટલા કેસ નોંધાયા છે. જેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા ફોગિંગ અને દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પરંતુ ડેંગ્યુ કાબુમાં ન આવતા કેસોની સંખ્યામાં એક પછી એક વધારો થયો છે. હાલમાં 10 જેટલા કેસોને બાલાસિનોરની KMG હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને સારવાર લઈ રહ્યા છે.

બાલાસિનોર

By

Published : Nov 7, 2019, 4:57 PM IST

બાલાસિનોરમાં રોગચારાએ ભરડો લીધો છે. ડેન્ગ્યુ, મેલેરિયા, વાઈરલ ફીવર, શરદી, ઉધરસ, જેવા રોગોનાં દર્દીઓ સારવાર હેઠળ બાલાસિનોરની KMG હોસ્પિટલમાં દાખલ છે. જેમાં હાલમાં છેલ્લા પંદર દિવસમાં ડેન્ગ્યુનાં 30 જેટલા કેસ નોંધાયા છે અને 10 જેટલા કેસ બાલાસિનોરની KMG હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.

બાલાસિનોરમાં રોગચાળાએ લીધો ભરડો, પંદર દિવસમાં ડેન્ગ્યુનાં 30 કેસ નોંધાયા

ડેન્ગ્યુનાં કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, આ મુદ્દે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા સહિત સ્થાનિક આરોગ્ય તંત્રની નિષ્ફળતાના કારણે લોકો રોગચાળાનો શિકાર બની રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details