ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર-વીરપુર રોડ પર અકસ્માત, 3ના મોત - બાઇક-કાર વચ્ચે અકસ્માત

મહીસાગર: જિલ્લાના બાલાસિનોર- વીરપુર રોડ ઉપર કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બુધવારે રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં વરઘરી ગામના 3 યુવાનોના મોત થયા છે.

અકસ્માતમાં ત્રણ લોકોનું મોત

By

Published : Nov 13, 2019, 4:20 PM IST

બાલાસિનોર- વીરપુર રોડ પર મંગળવારે રાત્રિના સમયે કાર અને બાઈક વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં બાઈક પર સવાર 3 યુવાનોનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક વરધરી ગામના હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અકસ્માતમાં ત્રણ લોકોનું મોત

એક જ ગામના ત્રણ યુવાનોના મોતથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઘટના મોડી રાતે ઘટી હતી. પરંતુ, વહેલી સવારથી જ લોકોમાં હલચલ જોવા મળી હતી. જેને પગલે તંત્ર બચાવ કામગીરી કરવા સ્થળ ઉપર પહોંચ્યું હતું. પરંતુ, તે પહેલા જ 3 યુવાનો પોતાનો જીવ ગુમાવી દીધો હતો. પોલીસે આ અંગે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details