- મહીસાગરમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા
- જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1418 થઈ
- અત્યાર સુધીમાં જિલ્લામાં 1298 દર્દીઓએ કોરોનાને આપી માત
મહીસાગરઃ જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. લોકો દ્વારા બે ફામ મેળાવડા, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર ફરતા લોકોના કારણે સંક્રમણ વધી રહ્યુ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 43 લોકોના મોત
જિલ્લામાં મંગળવારના રોજ કોરોનાના નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ મંગળવારે વધુ 7 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધી જિલ્લામાં 1298 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી આ તમામ લોકો ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી કુલ 43 લોકોએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી જિલ્લામાં 198 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
જિલ્લામાં 77 દર્દીઓ હાલ સારવાર હેઠળ
આ ઉપરાંત જિલ્લામાં કોરોના પોઝિટિવ 72 દર્દીઓ સ્થિર હાલતમાં છે. જ્યારે 5 દર્દીઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં 77 દર્દીઓ સારવાર હેઠળ છે.