મહીસાગરમાં કોરોનાના વધુ નવા 210 કેસ, 153 દર્દીઓ ડીસ્ચાર્જ - corona update in mahisagar
મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો રોજનો આંકડો 150ને પાર જઈ રહ્યો છે. જિલ્લામાં ગુરુવારે એકાએક 210 કેસો નોંધાતા જિલ્લામાં કોરોનાએ વિસ્ફોટ સર્જ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 5,380 થઈ છે, તો જિલ્લા માટે સારા સમાચાર એ પણ છે કે, ગુરુવારે 153 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જિલ્લામાં સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 3,783 થઈ છે. જ્યારે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 69 પર પહોંચ્યો છે.
મહીસાગરમાં કોરોનાના વધુ નવા 210 કેસ, 153 દર્દીઓ ડીસ્ચાર્જ
By
Published : May 7, 2021, 1:46 PM IST
હાલ જિલ્લામાં 1,528 દર્દીઓ સારવાર હેઠળ છે
ગુરૂવારે 210 કેસો મળતા કોરોનાએ વિસ્ફોટ સર્જ્યો
સૌથી વધુ કેસ લુણાવાડા તાલુકામાં નોંધાયા
મહિસાગરઃજિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે ગુરુવારે 210 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બાલાસિનોર તાલુકામાં 37, લુણાવાડા તાલુકામાં 46, સંતરામપુર તાલુકામાં 46, વિરપુરમાં 20, કડાણા તાલુકામાં 32, ખાનપુરમાં 29 આમ જિલ્લાના છ તાલુકામાં કુલ મળી 210 કેસ નોંધાયા છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસમાં 749 કેસ નોંધાયા છે, એટલે કે રોજનો આંકડો 150થી વધુનો નોંધાઈ રહ્યો છે.
જિલ્લામાં 191 દર્દીઓ ઓક્સિજન પર, 14 દર્દી વેન્ટીલેટર પર
જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 5,380, કુલ સક્રિય કેસ 1,528, કુલ ડીસ્ચાર્જ થયેલા 3,783, ઓક્સિજન પર કુલ કેસ 191, વેન્ટીલેટર પર કુલ કેસ 14 અને મોતના કુલ કેસ 69, કુલ હોમ ક્વોરન્ટાઇનના કુલ કેસ 578, નેગેટીવ રીપોર્ટ કુલ 2,11,133 નોંધાયો છે.
મહીસાગરમાં કોરોનાના વધુ નવા 210 કેસ, 153 દર્દીઓ ડીસ્ચાર્જ
કોરાના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 1,323 દર્દીઓ સ્થિર હાલતમાં છે. હાલ જિલ્લામાં 191 દર્દીઓ ઓક્સિજન પર, 14 દર્દી વેન્ટીલેટર પર છે. જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે 21 વ્યક્તિના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 48 દર્દીનું મૃત્યુ થતા જિલ્લામાં કુલ 69 મુત્યુ નોંધાવા પામ્યા હોવાનું મુખ્ય જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. નાગરિકોએ પણ હવે કોવિડ-19ની ગાઈડલાઈન મુજબના નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે.