સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરને રાજ્યના પુરાતત્વ સ્થળોએ, બંદરો, એરપોર્ટ, ઔદ્યોગિક કંપનીઓ, પ્રવાસન સ્થળો, બેન્કો અને ડેરીઓ વગેરે જગ્યાએ સ્થાયી નોકરી આપવામાં આવશે. ઉમેદવારો ધોરણ-10 પાસ/ નાપાસ, ઉંમર 20 થી 36, ઉંચાઇ-168 સે.મી. તેમજ (52 kg) વજન હોવું જોઇએ તેમજ શારીરિક રીતે તંદુરસ્ત ઉમેદવારોને આ ભરતીમાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝર તરીકે પસંદગી કરવામાં આવે છે. આ ભરતી કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં 6 તાલુકાઓમાં યોજાયેલ ભરતી પ્રક્રિયામાં SIS ટ્રેનિંગ સેન્ટર, માણસાથી ઉપસ્થિત સિનિયર ભરતી અધિકારી રામપ્રકાશ સિંહે 42 યુવાનોને સિલેક્ટ કર્યા હતા.
મહીસાગરમાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની ભરતી યોજાઇ, 42 ઉમેદવારોની પસંદગી - mahisagar
મહીસાગર: લુણાવાડામાં ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્લી અને ઈન્ટેલિજન્ટ સર્વિસ ઇન્ડિયા લીમિટેડના સહયોગથી મહીસાગર જિલ્લામાં આવેલા તમામ તાલુકાઓમાં જિલ્લાના ઉમેદવારો માટે સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરની ભરતી યોજાઇ હતી.
આ ભરતી પ્રક્રિયામાં પાસ થનાર ઉમદવારોએ રીજનલ ટ્રેનિંગ સેન્ટર માણસા ખાતે 9મી જાન્યુઆરીથી ટ્રેનિંગ આપવામાં આવશે. ટ્રેનિંગ બાદ સિક્યોરીટી ઇન્ટેલિજન્ટ સર્વિસ ઇન્ડિયા લીમિટેડ દ્વારા ઉમેદવારોને કાયમી નિમણૂક આપવામાં આવશે.
આ ભરતીથી નિમણૂક પામેલ સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇઝરને ઉમદરોમાં સુરક્ષા જવાનને 12,000 થી 15,000 અને સુરક્ષા સુપરવાઇઝરને 15,000 થી 20,000 પગાર આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય સુવિધાઓ જેવી કે, પગાર વધારો, પ્રમોશન, PF, મેડીકલ, બોનસ ગ્રેજ્યુટી અને ઇન્સ્યોરન્સ જેવી સુવિધાનો લાભ પણ આપવામાં આવશે.