ગુજરાત

gujarat

ETV Bharat / state

બાલાસિનોર કરણપુર પાસે કાર પલટી, 2ના મોત, 1 ઘાયલ - The car overturned near Mahisagar Balasinore Karanpur

મહીસાગર: બાલાસિનોરના કરણપુર પાસે કાર પલટી ખાતા 2ના ઘટના સ્થળે મોત થયા હતા. એક ગંભીર રીતે ઘાયલ થતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય 2ને KMG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

બાલાસિનોર
etv bharat

By

Published : Nov 28, 2019, 11:38 PM IST

બાલાસિનોર કરણપુર રોડ પર આપેશ્વર મહાદેવ પાસે કાર અચાનક પલટી ખાતા રોડની સાઈડ પર આવેલા ખાડામાં ખાબકતા કારમાં સવાર બે યુવાનના કરૂણ મોત થયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં દિપક ચૌહાણ અને પંકજ યાદવ નામના યુવાનો સ્થળ પરજ મૃત્યુ પામ્યા હતા.

બાલાસિનોર કરણપુર પાસે કાર પલટી ખાતા 2ના મોત, 1 ગંભીર રીતે ઘાયલ

જ્યારે અન્ય એકને વધુ ઇજા થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજા અન્ય 2 વ્યકિતને સામાન્ય ઇજા થતાં બાલાસિનોરની KMG હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. ઘટનાને પગલે પોલીસે બંને મૃતકોને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details