મહીસાગર: મહીસાગર જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. મંગળવારે જિલ્લામાં વધુ 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ નોંધાયેલા નવા કેસમાંથી લુણાવાડામાં 10, બાલાસિનોરમાં 5, ખાનપુરમાં 2 અને સંતરામપુરમાં 2 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 354 પર પહોંચી છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. કંટેન્ટમેન્ટ એરીયામાં સેનેટાઈઝેશન પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે અને લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે.
મહીસાગરમાં કોરોનાના વધુ 19 કેસ નોંધાયા, સમગ્ર જિલ્લામાં 354 લોકો સંક્રમિત - Corona virus update of mahisagar district
મહીસાગર જિલ્લામાં મંગળવારે વધુ 19 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી લુણાવાડામાં 10, બાલાસિનોરમાં 5, ખાનપુરમાં 2 અને સંતરામપુરમાં 2 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 354 પર પહોંચી છે.
જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ એસ.બી.શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં જીલ્લામાં કોરોના સંક્રમણને કારણે 22 મૃત્યુ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 8,100 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 423 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ એક સારા સમાચાર એ પણ છે કે મંગળવારે 17 દર્દીઓએ કોરોનાને માત આપતા અત્યાર સુધીમાં 232 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા છે.
જિલ્લામાં 24 કોરોના પોઝિટિવ દર્દીઓ બાલાસિનોરની કોવિડ-19 માટેની કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો અન્ય 78 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 91 દર્દીઓ સ્ટેબલ અને 7 દર્દીઓ ઓક્સિજન પર છે.