ગુજરાત

gujarat

ETV Bharat / state

મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 155 કેસો નોંધાયા - કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો

મહિસાગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં સોમવારે 155 કેસો નોંધાતા જિલ્લામાં કોરોના વિસ્ફોટની સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે, જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 3841 થઈ છે. હાલ, જિલ્લામાં 808 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 155 કેસો નોંધાયા
મહીસાગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં 155 કેસો નોંધાયા

By

Published : Apr 27, 2021, 8:38 AM IST

  • જિલ્લામાં 19થી 26 એપ્રિલ દરમિયાન 699 કેસો નોંધાયા
  • રવિવારે જિલ્લામાં 84 કેસ સામે આવ્યા હતા
  • લુણાવાડાંમાં 150 અને સંતરામપુર તાલુકામાં 166 કેસો જોવા મળ્યા

મહિસાગર: જિલ્લામાં સરકારી યાદી મુજબ સોમવારે, 155 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે રવિવારે 84 કેસ સામે આવ્યા હતા. આમ, એક જ દિવસમાં કોરોના કેસોમાં બમણો વધારો થતાં મહિસાગર જિલ્લાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે. બાલાસિનોર તાલુકામાં છેલ્લા 1 અઠવાડિયામાં 142 કેસો સામે આવ્યા હતા. જ્યારે, લુણાવાડા તાલુકામાં 150, સંતરામપુર તાલુકામાં 166 કેસો જોવા મળ્યા હતા. આમ, જિલ્લાના 6 તાલુકામાં કુલ 1 અઠવાડિયાના 699 કેસો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ 100ને પાર, રવિવારે કોરોનાના 115 કેસો નોંધાયા

કુલ કેસ કેસના આંકડા
પોઝિટિવ કેસ 3,841
સક્રિય કેસ 808
ડીસ્ચાર્જ 2,981
ઓક્સિજન પર 127
વેન્ટીલેટર પર 07
મોત 52
હોમ કોરોન્ટાઈન 578
નેગેટીવ રીપોર્ટ 1,93,364

આ પણ વાંચો:ડાંગ જિલ્લા કોરોના અપડેટ: 12 પોઝિટિવ કેસો નોંધાયા, 17 દર્દીઓ સાજા થયા

કોરોના કાબૂમાં આવતો નથી તે ચિંતાજનક

મહિસાગર જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસોથી જિલ્લામાં પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે. સરકાર તેમજ આરોગ્ય વિભાગના અથાગ પ્રયત્નો, ડોક્ટરો, મેડિકલ સ્ટાફની અવિરત મહેનત, છતાં કોરોના કાબૂમાં આવતો નથી તે ચિંતાજનક છે.

ABOUT THE AUTHOR

...view details