ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા રજીસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે રજીસ્ટ્રેશન કરવામાં બાકી રહી ગયેલા ખેડૂતોને લાભ થયો છે. મહીસાગર જિલ્લાના 64, 044 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 44, 500 ખેડૂતોને 28 કરોડ રૂપિયાની કૃષિ સહાય ચૂકવામાં આવી હતી.
ખેડૂતોને હાશ..! પાકવીમાના રજિસ્ટ્રેશનની મુદ્દતમાં વધારો થતાં ખેડૂતોને લાભ - મહીસાગર જિલ્લાના 64044 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
મહીસાગર: ખરીફ ઋતુમાં 15 ઓક્ટોમ્બરથી 20 નવેમ્બર સુધીમાં કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ખેતીના પાકમાં ભારે નુકશાનનો સામનો કરવો પડ્યો હતો. જે માટે રાજ્ય સરકારના બજેટમાંથી કૃષિ સહાય પેકેજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય મેળવવા થઈ રહેલા રજિસ્ટ્રેશનમાં 14 દિવસનો વધારો કરવામાં આવ્યો હતો. જેથી રજિસ્ટ્રેશન વધુ થયું અને ખેડૂતોને વધુ લાભ મળ્યો છે.
પાક વીમો મેળવવા માટે ખેડુતોના રજિસ્ટ્રેશનમાં 14 દિવસનો વધારો
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા માટે 31 ડિસેમ્બરની જગ્યાએ 14 દિવસની મુદ્દતમાં વધારો કરી 14મી જાન્યુઆરી રાખવામાં આવી હતી. મહીસાગર જિલ્લા ખેતીવાડી અધિકારી સમિત પટેલના જણાવ્યાં અનુસાર, સરકાર દ્વારા મુદ્દત વધારાતા રજીસ્ટ્રેશન કરવામાં બાકી રહી ગયેલા મહીસાગર જિલ્લાના ખેડૂતોને લાભ મળ્યો છે.