મહિસાગરઃ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. શનિવારના રોજ જિલ્લામાં વધુ 11 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
મહીસાગરમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા, કુલ સંખ્યા 424
મહીસાગર જિલ્લામાં કોરોના કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે જિલ્લામાં નવા 11 કેસ નોંધાતા કુલ સંખ્યા 424 પર પહોંચી છે.
નોંધાયેલા નવા કેસમાંથી લુણાવાડામાં 5, બાલાસિનોરમાં 1, ખાનપુરમાં -2 અને સંતરામપુરમાં-3 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 424 પર પહોંચ્યો છે. જેથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ એસ.બી.શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના સંક્રમણ કારણે 26 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 9,008 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 495 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. શનિવારના રોજ 17 દર્દીઓએ કોરોનાને માત આપતા અત્યાર સુધીમાં કુલ સ્વસ્થ થયાની સંખ્યા 258 થઇ છે.
જિલ્લામાં કોરોના પોઝિટિવના 32 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો અન્ય 108 દર્દીઓ જિલ્લા બહાર સારવાર લઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 140 દર્દીઓ સ્ટેબલ છે.