મહિસાગરઃ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે, બુધવારના રોજ જિલ્લામાં વધુ 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં 11 કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 460 પર પહોંચી છે. દિનપ્રતીદિન કેસની સંખ્યા વધતા તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડામાં 2, સંતરામપુરમાં 1, વિરપુર 1 અને બાલાસિનોરમાં 7 મળીને બુધવારે કુલ 11 કેસ નોંધાયા છે. બુધવારના રોજ 13 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જો કે, અત્યાર સુધીમાં 460 કેસમાંથી 329 દર્દીઓએ કોરોનાને હરાવી ચૂક્યા છે.
મહીસાગરમાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, કુલ સંખ્યા 460 - The case of Mahisagar Korona
કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતુ જઇ રહ્યું છે. ત્યારે મહીસાગાર જિલ્લામાં કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 460 પર પહોંચી છે.
હાલમાં કોરોનાના 102 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી જિલ્લામાં 9,826 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ 597 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાને કારણે કુલ 29 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે 22 દર્દીઓ બાલાસિનોરની (કોવિડ-19) કે.એસ.પી. હોસ્પિટલ-બાલાસિનોર ખાતે તેમજ 80 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી 96 દર્દીઓ સ્ટેબલ અને 6 દર્દીઓ ઓક્સિજન પર છે.