- જિલ્લામાં 1,044 દર્દીઓ સારવાર હેઠળ
- જિલ્લામાં ગુરુવારે નવા 105 કેસો નોંધાયા
- જિલ્લામાં તારીખ 20થી 29 એપ્રિલ દરમિયાન 1,362 કેસો
મહિસાગરઃ જિલ્લામાં શહેરી વિસ્તાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. સરકારી યાદી મુજબ ગુરુવારે 105 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજના 100 ઉપરના કેસના આંકડા પહોંચ્યા છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં એટલે કે 20થી 29 એપ્રિલ દરમિયાન 1,362 કેસો નોંધાયા છે. આમ કોરોનાના કેસમાં વધારો થતા આ આંકડા પરથી કોરોના અંગે મહીસાગર જિલ્લાની પરિસ્થિતિ દિન-પ્રતિદિન ગંભીર બનતી જાય છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 14 મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી 40 દર્દીના મૃત્યુ થતા અત્યાર સુધીમાં કુલ 54 મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચોઃમહીસાગર: મંગળવારે કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 148 થયો
જિલ્લામાં 149 દર્દીઓ ઓક્સિજન પર, 08 દર્દી વેન્ટીલેટર પર