ગુજરાત

gujarat

ETV Bharat / state

સંતરામપુરમાં તબીબને માર મારવાની ઘટનામાં પીઆઈ સહિત 10 પોલીસ કર્મીઓ પર કાર્યવાહી - ગુજરાતી સમાચાર

સંતરામપુર નગરમાં ખાડો ખોદ્યા બાદ માટીનાં ઢગલાને લઈને સંતરામપુર પોલીસ અને એક તબીબ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પોલીસે તબીબને દંડા વડે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. મહિસાગર જિલ્લાનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ ઘટનાની ગંભીર નોંધ લઇને એક પી.આઈ અને ટ્રાફિક જમાદારની બદલી કરી છે. જ્યારે 6 પોલીસ કોન્સટેબલને સસ્પેન્ડ અને 2 TRB જવાનોને ફરજ પરથી મુક્ત કર્યા છે.

તબીબને માર મારવાનાં કિસ્સામાં પીઆઈ સહિત 10 પોલીસ કર્મીઓ પર કાર્યવાહી
તબીબને માર મારવાનાં કિસ્સામાં પીઆઈ સહિત 10 પોલીસ કર્મીઓ પર કાર્યવાહી

By

Published : Jan 18, 2021, 9:06 AM IST

  • સંતરામપુર પોલીસનો ડૉક્ટર પર હુમલાનો મામલો
  • DYSPએ ઉચ્ચ કક્ષાની તપાસ બાદ પગલાં લીધા
  • પીઆઈ અને ટ્રાફિક જમાદારની બદલી, 6 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

મહિસાગર: સંતરામપુર નગરમાં ખાડો ખોદ્યા બાદ માટીનાં ઢગલાને લઈને સંતરામપુર પોલીસ અને એક તબીબ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાર બાદ પોલીસે તબીબને દંડા વડે માર મારતો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઈરલ વીડિયોની વિગતોને ધ્યાનમાં લઈને મહીસાગર જિલ્લાનાં પોલીસ વડાએ 10 પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરતાં જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો હતો.

ડોકટરને ઘરના દરવાજા પરથી લાતો મારતા મારતા ભગાડ્યા હતા

સંતરામપુર નગરમાં સુરેખા હોસ્પિટલની બાજુમાં ખાડો કરવામાં આવ્યો હતો. જેના કારણે રસ્તા પર માટીનો ઢગલો થતાં સંતરામપુર PI સ્ટાફ સાથે ખાડા વાળી જગ્યાએ પહોચ્યા હતા. ખાડાને લઈને પોલીસ અને ડોક્ટર વચ્ચે બોલાચાલી બાદ ડંડા વાળી થઈ હતી. જે બનાવનો સીસીટીવી ફૂટેજ વીડિયો સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોમાં ડૉકટરને ઘરના દરવાજા પરથી લાતો મારતા મારતા ભગાડતા દેખાયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોને લઈને મહિસાગર જિલ્લાના ડીવાયએસપી સંતરામપુર પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને સુરેખા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડોક્ટરે DYSPને ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા માટે રજૂઆત કરી હતી.

ગૃહપ્રધાન શનિવારે દાહોદ ખાતે હોવાથી કડક કાર્યવાહીની સૂચના આપી હોવાની ચર્ચા

સંતરામપુર પીઆઈ સહિત 10 પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતું. રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા શનિવારે દાહોદ ખાતે હોવાથી તેમણે પણ આ બનાવની ગંભીરતા સમજી પોલીસને કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. સમગ્ર બનાવના સંદર્ભમાં 1 પીઆઈ ની બદલી, 6 પોલીસ કોન્સટેબલ સસ્પેન્ડ, 1 ટ્રાફિક જમાદારની બદલી, અને 2 TRB જવાનોને ફરજ પરથી મુક્ત કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details