મહીસાગર: મહીસાગરમાં એકસાથે 10 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. કડાણામાં 4, વીરપુરમાં 3 કેસ નોંધાયા હતા. જ્યારે લીંબોદરા અને દોલતપુરામાં 1-1 કેસ નોંધાયો હતો. ખાનપુરમાં 1 કેસ નોંધાયો હતો. જે રીતે કેસ વધી રહ્યા છે તે જોતા ઓરેન્જ ઝોનમાં આવેલા મહીસાગર જીલ્લાને રેડ ઝોનમાં આવતા વાર નહિ લાગે તેવું લાગી રહ્યું છે. લુણાવાડા તાલુકાના લીંબોદરા ગામના 40 વર્ષનાં પુરુષને અને મલેકપુર ગામના 29 વર્ષના પુરુષને એ મળીને કુલ લુણાવાડા તાલુકામાં 2, સંતરામપુર તાલુકામાં મોવાસા ગામના 23 વર્ષની મહિલા, ખાનપુર તાલુકાના નરોડા ગામે 53 વર્ષીય પુરુષ, વિરપુર તાલુકાના વીરપુરમાં 30 વર્ષીય અને 44 વર્ષીય પુરુષ તથા વીરપુર તાલુકાના બારોડા ગામના 27 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મહીસાગરમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ, કુલ સંખ્યા 33 થઈ - latest corona updates of gujarat
મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 10 કેસના વધારા સાથે કુલ 33 કોરોનાના કેસ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહીસાગરમાં કોરોના પોઝીટીવના વધુ 10 કેસ સહિત કુલ સંખ્યા 33 થઈ
તો કડાણા તાલુકામાં વડઝાપા ગામના 35 વર્ષીય પુરુષ, 31 વર્ષીય અને 48 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ મહીસાગર જિલ્લામાં ગઇકાલના 23 અને આજે બીજા 10 કેસ ઉમેરાતા કુલ આકડો 33 થવા પામ્યો છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.