કચ્છઃ અબડાસા મત વિસ્તારના વિકાસ કામોને મંજૂરી મળે ત્યારે રાજ્ય સરકારનો આભાર માનતી જાહેરખબર આપીને રાજ્ય સરકારના વિવિધ કાર્યક્રમોમાં વિપક્ષના ધારાસભ્ય હોવા છતાં પણ ઉપસ્થિત રહીને અનેક વખત ભાજપ તરફથી લાગણી દર્શાવનાર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અનેક વખત કેસરિયા કરવાના એંધાણ આપી ચૂક્યા હતા. તેમાં થોડો સમય વધુ લાગ્યો છે. હું કોંગ્રેસમાં જ છું અને મને તેમાં વિશ્વાસ છે. તેવું કહેનારા ધારાસભ્ય અચાનક રાજીનામું આપ્યા બાદ ભુજના સર્કિટ હાઉસમાં તેઓ પોતે શા માટે કોંગ્રેસને છોડી ભાજપમાં ગયા તે અંગે ખુલાસો કર્યો હતો.
હા મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી પણ લોકો વિકાસ માટે પેટાચૂંટણીમાં મને ફરી ચૂંટશે: પ્રદ્યુમનસિંહ જાડેજા - Kutch samachar
કચ્છમાં અબડાસા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સોમવારે પત્રકારો સાથે ભુજમાં વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, આ વિકાસ માટેની રાજનીતિ છે. તે માટે ભરેલું પગલું ગદ્દારી સાથે સરખાવાય તો પણ મને વાંધો નથી કારણ કે, આ માત્રને માત્ર મારા મત વિસ્તારના વિકાસ માટે ભરેલું પગલું છે. આ માટે કોંગ્રેસ પક્ષને નારાજગી ચોક્કસ થઈ છે. પણ તે માટે હું માફી માગી લેવા પણ તૈયાર છુ.
ધારાસભ્ય જાડેજાએ એમ જણાવ્યું કે, અબડાસાના લોકોના હિતમાં આ નિર્ણય કર્યો છે. કોંગ્રેસ સાથે ગદ્દારી કરી છે. તેવા પ્રશ્નના ઉત્તરમાં પણ જાડેજા સ્વીકાર્યું હતું કે, હા તેમણે ગદ્દારી કરી છે. પરંતુ આ ગદ્દારી તેમણે લોકો માટે કરી છે. કોંગ્રેસ છોડવા માટે તેમને કરોડો રૂપિયાનું પેકેજ ઉપરાંત GMDCના ચેરમેન તરીકે ઓફર આપવામાં અંગે ઇન્કાર કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ પગલું મત વિસ્તારના વિકાસ માટે છે. પેટા ચૂંટણીમાં તેઓ ફરી ભાજપ વતીથી ઉભા રહેશે અને જો મારું પગલું યોગ્ય હશે તો પ્રજા ફરી મને વિજય બનાવશે.