ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાયમાંથી લમ્પી રોગનો નાશ નહીં થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાનો સંકલ્પ

કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનો કહેર Lumpy Virus Disease અન્ય જિલ્લાની સરખામણીએ વધારે રહ્યો છે, ત્યારે શ્રી ભગવતીધામ, ભુજ દ્વારા કચ્છભરના તેમજ ગુજરાતભરના ગૌવંશ પર આવેલા લમ્પી રોગરૂપી આફતના નિવારણ અર્થે અને દીર્ઘાયુ અર્થે વેદોક્ત, શાસ્ત્રોક્ત સુરભિ યજ્ઞ કરવામાં આવ્યું હતું. જેમાં ગાયમાતાના સુખાકારી Yagya for cows in Kutch માટે એક સંકલ્પ સામે આવ્યો છે.

ગાયમાંથી લમ્પી રોગનો નાશ નહીં થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાનો સંકલ્પ
ગાયમાંથી લમ્પી રોગનો નાશ નહીં થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાનો સંકલ્પ

By

Published : Aug 15, 2022, 4:37 PM IST

કચ્છલમ્પી રોગ થકી હજારો ગૌવંશ મૃત્યુના મુખમાં (Lumpy Virus Disease) ધકેલાયા છે. જે ગૌવંશને આ રોગથી ઉગારી શકાયાં છે તે પણ સારવાર પછી પણ લાંબા સમય સુધી અશક્તિ અને પીડા વેઠે છે. જે ગૌવંશનું દુધરૂપી અમૃત આપણાં સ્વાસ્થ્યને પોષે છે તેવા ગૌવંશને ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ સમ લેખાવી ગૌસેવાને વરેલાં પ.પૂ.આદ્ય શંકરાચાર્યનાં શિષ્ય ભગવતીધામના ગુરુવર્ય રાજુ જોષીના આચાર્યપદે સુરભી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાર્ષિક વ્રતવિધાનમળતી માહીતી મુજબશ્રાવણ વદ-4ના રોજ આ (Lumpy Virus Disease in Gujarat) આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ વદ-4 એ આદિકાળથી બોળ ચોથ રૂપે ગૌવંશનાં આશિષ અપાવનાર વાર્ષિક વ્રતવિધાન ધરાવે છે, ત્યારે એ શુભ દિને આ યજ્ઞમાં સવાલાખ મૃત્યુંજય અને સવાલાખ સુરભિ હોમની આહુતિ આપવામાં આવી હતી. આ યજ્ઞ સંદર્ભે સવાલાખ મૃત્યુંજય મંત્રોચ્ચારનું પ્રારંભ કરી દેવામાં આવ્યું છે. જેનું દશાંશ હોમ યજ્ઞ દિને સંપન્ન કરવામાં આવ્યું હતું.

ગાયમાંથી લમ્પી રોગનો નાશ નહીં થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાનો સંકલ્પ

આ પણ વાંચોજૈન સમાજનો લમ્પી વાયરસને લઈને કર્યા મંત્ર જાપ

ગૌવંશ રોગમુક્તિ સંકલ્પ તદુપરાંત આરોગ્ય સુખાકારી, રોગમુક્તિ (Lumpy Lyrus in Kutch) અર્થે દશ મહાવિદ્યા અને શ્રાવણ માસની પૂજાના લાભના અર્પણના માધ્યમે ગૌવંશ રોગમુક્તિ સંકલ્પ કરવામાં આવ્યું હતું. યજ્ઞ સાધના અને સંકલ્પ શક્તિના પ્રભાવે, કચ્છ દેશદેવી માઁ આશાપુરાની આ ધરતી પર ગૌવંશને રંજાડનાર આ લમ્પીરોગ માઁ આશાપુરાની કૃપા થકી સમૂળ સમાપ્ત થશે તેવું શ્રી ભગવતી ધામના અધ્યક્ષ રાજુ જોષીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોગૌ વંશની સુરક્ષા માટે રક્ષાસૂત્ર બાંધીને ગૌ પ્રેમીએ કરી અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી

ઘઉં ના ખાવાનો સંકલ્પઆ હવન પૂજાવિધિ દરમિયાન (Animal death due to lumpy) ભાવુક બનેલા શ્રી ભગવતીધામના મહંત રાજુ જોષીએ આજે ગૌવંશની ચોથના સંકલ્પ કર્યો હતો. જ્યાં સુધી ગાયમાંથી લમ્પી રોગનો નાશ નહીં થાય ત્યાં સુધી ઘઉં ના ખાવાનો સંકલ્પ કર્યો હતો. ગાયો રોગ મુક્ત થાય અને દિર્ગાયું થાય એ માટે મહા મૃત્યુમંત્ર જાપ અને સુરભી રોગ દોષ મુક્તિ માટે સવા લાખ (Yagya for cows in Kutch) જાપ અને હોમ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details