ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં લમ્પી રોગના પ્રકોપ નાથવા યોજાયો યજ્ઞ - Patanjali Yoga Committee

ગુજરાતભરમાં હાલ લમ્પી વાયરસે(Lumpy Virus in Gujarat) હાહાકાર મચાવ્યો છે. તેમ કચ્છમાં લમ્પી રોગને કારણે પશુપાલકોને ભારે નુકશાની ભોગવવી પડે છે. આ રોગને કારણે હજારોની સંખ્યામાં ગાયોના મૃત્યુ થયા હોવાથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર(Global Gayatri family) શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત યજ્ઞનું આયોજન કરવાં આવ્યું હતું.

કચ્છમાં લમ્પી રોગના પ્રકોપ નાથવા યોજાયો યજ્ઞ
કચ્છમાં લમ્પી રોગના પ્રકોપ નાથવા યોજાયો યજ્ઞ

By

Published : Jul 27, 2022, 5:39 PM IST

કચ્છ: સમગ્ર કચ્છમાં હાલમાં પશુમાં લમ્પી રોગના(Lumpy Disease in Kutch) પ્રકોપના કારણે પશુપાલકોને(Loss to Cattle Breeders) નુકસાની વેઠવી પડી રહી છે.મોટા પ્રમાણમાં ગાયો અને અબોલ પશુઓના મોત થઇ રહ્યા છે. જેના અનુસંધાને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર(Global Gayatri family) શાંતિકુંજ હરિદ્વાર અંતર્ગત ગાયત્રી શક્તિપીઠ ગાંધીધામ(Gayatri Shaktipeeth Gandhidham) દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો.

ગૌ હિતાર્થ માટે ગાયત્રી પરિવાર નિ:શુલ્ક સેવા આપશે

આ પણ વાંચો:રાજ્યમાં પશુ પાલકોની ચિંતા વધી, આ શહેરમાં લમ્પી વાયરસ જોવા મળતા તંત્ર થયું દોડતું

લમ્પી રોગથી ગાયોના રક્ષણ માટે ગૌશાળામાં યજ્ઞ -યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે, વિશેષ ઔષધીઓની આહુતિઓ આપી ગૌમાતાને લમ્પી રોગથી બચાવવા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના મેઘપર(Meghpar of Anjar Taluka) કુંભારડી ગામે આવેલા કામધેનુ ગૌ શાળામાં લમ્પી રોગ સામે રક્ષણ મેળવવા યજ્ઞ કરવામાં આવ્યો હતો. કુદરતી અને સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં ગૌમાતાના રણકાર સાથે અન્ય પશુ પક્ષીઓના કિલકારી સાથે હવનના શ્લોકોએ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવી દીધું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પશુ પક્ષી પ્રેમીઓ પણ વિશેષ હાજર રહ્યા હતા.

ગૌહિતાર્થ માટે ગાયત્રી પરિવાર નિ:શુલ્ક સેવા -કામધેનુ ગૌ શાળા આદિપુર અંજાર રોડ(Adipur Anjar Road) શનિદેવ મંદિર પાસે આવેલા છે. આ ગૌ શાળામાં 1100 જેટલી ગાયો સાથે સસલા, કબુતર, નીલગાય, વગેરે પશુ પક્ષીઓ છે. અહીંયા દરેક પ્રકારના પશુ પક્ષીઓનું ચિકિત્સાલય આવેલ છે. આ પ્રસંગે ગાયત્રી પરિવારના દિનેશ લીલન આર્ય દ્વારા ગાંધીધામ આદિપુર કંડલા સંકુલમાં કોઇ પણ સંસ્થા જો ગૌ હિતાર્થ આવા કાર્યક્રમ યોજવા ઇચ્છતા હોય તો તેમાં ગાયત્રી પરિવાર નિ:શુલ્ક સેવા આપશે તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો:બચાવો ! હજારો ગાયો પર મૃત્યુનું જોખમ, શું છે આનો ઈલાજ જાણો

ગાયોના રક્ષણ અર્થે યજ્ઞમાં ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા - ગૌશાળા મધ્યે લમ્પી રોગથી ગાયોના રક્ષણ અર્થે યોજવામાં આવેલ યજ્ઞમાં કાર્યકરો દિનેશજી લીલન આર્ય, સુરેન્દ્રસિંગ, ધર્મેન્દ્ર તિવારી, હરિશ્ચંદ્ર કસ્તલીયા, સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ અંતરજાળના મુકેશ બાપટ, દિપક ઠક્કર, પતંજલિ યોગ સમિતિ(Patanjali Yoga Committee) કચ્છ જીલ્લાના પ્રભારી ભરત ઠક્કર, ચન્દ્રકાન્ત સોની, અમૃતભાઇ સોની, નરેશ, કોમલ સહિતનાએ સંયુક્ત રીતે આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્યપદે દિનેશજી આર્ય, મુખ્ય યજમાન સ્વરૂપે હિતેશ જોષી તથા તેમના ધર્મપત્ની એડવોકેટ રચના જોષી, પ્રવીણ મોતા( યોગા,એક્યુપ્રેશર અને સુજોક થેરાપીસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details