કચ્છ:પ્રાચીનકાળથી આઝાદીના સંઘર્ષો સુધી મહિલાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વર્તમાન સમયમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રોથી અંતરીક્ષ સુધી સ્ત્રીઓએ પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. રસોડાથી લઇ રમતના મેદાનમાં મહિલાઓએ ખેલાડી તરીકે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે વિશ્વ મહિલા દિન (World Women's Day)નિમિતે આપણે કચ્છની એવી મહિલાઓની વાત કરીશું કે જેઓએ પોતાની કળાના માધ્યમથી રાષ્ટ્રીય સ્તરે (National level)નામના મેળવી છે.
કલા એ માણસના લોહીમાં વણેલી હોય છે એને બહાર લાવવા માટે કોઈ પ્લેટફોર્મ મળે તો ચોક્કસ તે ખીલી ઉઠે છે. ગુજરાતનો કચ્છ જિલ્લો અનેક પ્રકારની કલા કારીગરી માટે પ્રખ્યાત છે. કચ્છી સંસ્કૃતિને ઉજાગર કરવામાં કચ્છની મહિલાનો સવિશેષ ફાળો રહ્યો છે. કચ્છની ભરત ગૂંથણ કલા, લીંપણ, મડવર્ક, હાથવણાટ કામ, મોતિકામ, ચર્મવર્ક, એમ્બ્રોડરી વગેરે જેવી કળાઓમાં મહિલાઓ સંકળાયેલી છે.
World Women's Day: દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી કચ્છની કળાઓમાં મહિલાઓનો વિશેષ યોગદાન કચ્છની મહિલાઓએ કચ્છની કળા અને કચ્છી સંસ્કૃતિ દેશ અને વિદેશ પહોંચાડી
કચ્છની મહિલાઓના કારણે અનેક કળાઓ અને કચ્છી સંસ્કૃતિ આજે દેશ અને વિદેશ પહોંચી છે. મહિલાઓ ભરત ગૂંથણ કરીને પરંપરાગત વસ્ત્રો(Traditional clothes), વસ્તુઓ તથા ગોદરીઓ બનાવે છે અને તેને ક્રાફટ મેળામાં, કચ્છમાં, ગુજરાતમાં તથા દેશના જુદાં જુદાં ખૂણે તથા વિદેશોમાં પણ વેચે છે અને સારી એવી કમાણી કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે.
કળાઓ સાથે સંકળાયેલી કચ્છની મહિલાઓએ અનેક સ્તરે પુરસ્કાર મળ્યાં
લક્ષ્મીબેન ગાભુભાઈ વણકર,સરપંચ, ભૂજોડી આ ઉપરાંત અહીં ચર્મ ઉદ્યોગ (Leather industry)સાથે સંકળાયેલા પણ અનેક મહિલાઓ છે જે ચામડામાંથી જૂતાં, ચપ્પલ, લેડીઝ પર્સ અને જુદી જુદી સુશોભનની વસ્તુઓ પણ બનાવે છે અને સારી એવી માત્રામાં વેંચાણ કરીને પોતાનું જીવન નિર્વાહ કરતા હોય છે. કચ્છની અનેક મહિલાઓએ જુદી જુદી કળાઓમાં તાલુકા, જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કાર પણ મેળવ્યા થયા છે.
કચ્છની અનેક મહિલાઓએ પોતાની કળાની સુવાસ દેશ વિદેશમાં ફેલાવી છે
કચ્છની મહિલાઓ કચ્છની કળા સાથે અનેક પેઢીઓથી સંકળાયેલી છે. આ ઉપરાંત ભણેલા ગણેલા ના હોવા છતાં પણ અનેક દેશ વિદેશમાં પોતાની કળાની સુવાસ ફેલાવી ચૂકી છે અને અનેક નામના મેળવી ચૂકી છે. મહિલાઓ હેન્ડીક્રાફ્ટની (Handicraft) બનાવટો પણ બનાવતી હોય છે અને જ્યારે કચ્છમાં પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે ત્યારે તેમને વેંચીને કમાણી કરતા હોય છે.
ઔદ્યોગિક ક્ષેત્રોથી અંતરીક્ષ સુધી સ્ત્રીઓએ પોતાનું આગવું સ્થાન પ્રસ્થાપિત કર્યું છે. કચ્છની દરેક કળામાં મહિલાઓનો વિશે ફાળો
આજના આ આધુનિક યુગમાં (In the modern age) મહિલાઓ અને પુરુષો વચ્ચે હવે કોઈ પણ પ્રકારના ભેદભાવ નથી રહ્યા ત્યારે આજની મહિલાઓ પુરુષો કરતાં અનેક રીતે આગળ વધી રહી છે ત્યારે કચ્છની એવી એક પણ કળા નથી જેમાં મહિલાઓનો સહયોગ(Women's co-operation) ન હોય. આજે મહિલા દિને આવી મહિલાઓને અભિનંદન આપવાનું સહેજે મન થાય કે અહીંની મહિલાઓ ફક્ત ઘરકામ જ નહીં બધી જ જાતના કામ કરી શકે છે.
મહિલાઓની સફળતા પાછળ સહકરા આપનારા પુરુષનો હાથ
જેવી રીતે કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે તેવી જ રીતે આજે જ્યારે મહિલાઓ આગળ વધી રહી છે અને નામના મેળવી રહી છે ત્યારે એ મહિલાની સફળતા પાછળ પણ એક સહકાર આપનારા પુરુષનો હાથ છે અને દરેક મહિલાએ આગળ આવવા માટે મહેનત તો કરવી જ પડશે.
આ પણ વાંચો:મહિલા દિન નિમિત્તે ગાંધીનગરમાં CM વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ભણેલા ગણેલા ન હોવા છતાં કચ્છની મહિલાઓ પહોંચી વિદેશ
2002માં નેશનલ એવોર્ડ મેળવનાર રાધાબેન રાઠોડ કે જેઓ સુંફ અને ખારક કળા સાથે સંકળાયેલા છે અને સાલ બનાવે છે તેઓ જણાવે છે કે તેઓ અભણ છે તેઓએ નિશાળ જોઈ નથી પરંતુ આજે તે જે કળા સાથે સંકળાયેલા છે તેના માધ્યમથી તેઓ જગપ્રખ્યાત છે. લોકો તેમને તેમની કળાના માધ્યમથી ઓળખે છે. તેઓ પોતાની કળાના રંગો મસ્કત, સિંગાપોર સુધી ફેલાવ્યા છે.
મહિલા હોવાનું ગૌરવ
રાધાબેન જે કળા કરે છે તેમાં જો એક પણ તાણાની ભૂલ થાય તો આખો આર્ટનું મેટીયલ વેસ્ટ જાય છે. તેમનું કામ મેઘવાળ કોમ્યુનિટીનું છે અને તેઓ 1971ના યુધ્ધમાં પાકિસ્તાનથી અહીં આવ્યા છે. તેઓ જે કળા સાથે સંકળાયેલા છે તે માત્ર કચ્છના 4 સ્થળના લોકો જ કરી શકે છે જેમાં સુમરાસર, ફરાદી, થરાદ અને બરાયાંના લોકો જ આ કામ કરી શકે છે. તેઓને આજે મહિલા તરીકે આટલા આગળ વધ્યા તે બદલ પોતાના પર ગૌરવ છે.
આજના કોમ્પ્યુટર યુગમાં મહિલાઓએ પુરુષ સમોવડી બનવાનો સમય છે.
છેલ્લાં 15 વર્ષથી મડવર્ક કરી રહેલા ઇન્દુબેન સિજુ જણાવે છે કે પહેલા આ કળા રબારી સમાજના લોકો કરતાં હતાં પરંતુ ભૂકંપ બાદ રબારી બહેનોએ આ કામ બંધ કરી નાખ્યું હતું પરંતુ આ કળાને જીવંત રાખવા માટે હું પહેલા શોખ પૂરતું આ કળા કરતી હતી. ફ્રેમ બનાવવી, પોટ બનાવવા, ઘર સુશોભન માટે મડવર્ક કરવું વગેરે જેવું કામ કરું છું. મડવર્ક માટે તેઓને વર્ષ 2010માં રાજ્ય સ્તરનો એવોર્ડ મળ્યો છે. આજના કોમ્પ્યુટર યુગમાં મહિલાઓએ પુરુષ સમોવડી બનવાનો સમય છે.
પ્રાચીનકાળથી આઝાદીના સંઘર્ષો સુધી મહિલાઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અનેક મહિલાઓ પોતાની કળાથી આગળ આવી છે અને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત કર્યા
હાથવણાટની કળા સાથે સંકળાયેલા લક્ષ્મીબેન ખેરટે જણાવ્યું હતું કે દાદા પરદાદાના સમયથી આ કળા પેઢી દર પેઢી ચાલતી આવી છે અને તેઓ આ હાથ વણાટ કળામાંથી સાલ, ગોદડા, સ્ટોલ, શેતરંજી, ચાદર વગેરે બનાવીને દેશ વિદેશમાં વહેંચી રહ્યા છે. ઉપરાંત અનેક મહિલાઓ આ કળાથી આગળ આવી છે અને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે.
લક્ષ્મીબેન ખેરટ,મહિલા કારીગર આમ આજના આ આધુનિક યુગમાં સૂઈથી લઈ કોમ્પ્યુટર, રસોડાથી લઈ વ્યવસાય તથા પરિવારની જવાબદારી નિભાવવા સાથે અનેક મહિલાઓને આત્મનિર્ભર (Women Independent) બનાવી સફળ વ્યવસાયી બન્યા છે. આજના મહિલા દિન નિમિત્તે આવી મહિલાઓ અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની, આવનારી પેઢી માટે પ્રેરણામૂર્તિ બનવાના ઉદાહરણો પ્રસ્થાપિત કરવાના પ્રયાસ કરતા રહેશે.
આ પણ વાંચો:પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો આશાવર્કર બહેનોએ કર્યો વિરોધ