ગુજરાત

gujarat

ETV Bharat / state

World Veterinary Day: કચ્છના પશુ દવાખાનામાં 2010થી ઘૂળ ખાઈ રહેલું મશીન, બીજી પણ છે ઘણી સમસ્યાઓ - ખાનગી પશુ હોસ્પિટલ ગાંધીધામ

કચ્છમાં માનવ વસ્તી કરતા પશુધન વધારે છે. પસક માનવીના રોગો માટે હોસ્પિટલ અને નિષ્ણાંતની(Shortage of Animal doctors Kutch) જરૂર પડે છે. એમ પશુઓ માટે પણ ચિકિત્સાલય જરૂરી છે. કચ્છ જિલ્લામાં આવેલી વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય વિકાસ ઈચ્છી રહી છે. આ ચિકિત્સાલયમાં મહેકમઅને(Assistant in polyclinic Kutch આધુનિક ઉપકારનોની તંગી જોવા મળી છે. આ ઉપરાંત આધુનિક મશીનરી હોવા છતાં તે ધૂળ ખાઈ રહ્યા છે.

World Veterinary Day: કચ્છના પશુ દવાખાનામાં 2010થી ઘૂળ ખાઈ રહેલું મશીન, બીજી પણ છે ઘણી સમસ્યાઓ
World Veterinary Day: કચ્છના પશુ દવાખાનામાં 2010થી ઘૂળ ખાઈ રહેલું મશીન, બીજી પણ છે ઘણી સમસ્યાઓ

By

Published : Apr 29, 2022, 8:33 PM IST

કચ્છ: કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધન વધારે છે. જિલ્લામાં 20 લાખ જેટલું પશુધન છે. જેમ માનવીને વિવિધ જાતના રોગો થતા હોય છે તેવી જ રીતે પશુઓને પણ રોગો થતા હોય છે. ત્યારે કચ્છ જિલ્લામાં આવેલી એક માત્ર વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય(Multifunctional veterinary hospital Kutch ) અનેક વિકાસના કાર્યો ઝંખે છે અને આધુનિક ઓપરેશનની મશીનરી(X ray Machine Animal Treatment) પણ વસાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

પશુ દવાખાનામાં 2010માં નવું ખરીદાયેલું એક્સ રે મશીનઆજે ડાર્ક રૂમ ન હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યું છે, તો સાથે જ એક તે મશીનને ઓપરેટ કરી શકે તેવા ટેકનીશિયનની જગ્યા પણ ચિકિત્સાલયમાં છેલ્લા લાંબા સમયથી ખાલી પડી છે.

માનવ વસતી કરતા પશુઓની વસતી ચડિયાતી -આજનો(શનિવાર) દિવસ વિશ્વભરમાં પશુ ચિકિત્સકોની કામગીરીને(Multifunctional veterinary hospital Kutch) બિરદાવવા વર્લ્ડ વેટરનરી ડે(World Veterinary Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કચ્છ જિલ્લા માટે અતિ મહત્વનો છે. કારણ કે આ જિલ્લામાં માનવ વસતી કરતા પશુઓની વસતી ચડિયાતી છે . ત્યારે જિલ્લાના એકમાત્ર વિવિધલક્ષી ચિકિત્સાલયમાં દર વર્ષે અંદાજે 10 હજાર જેટલા પશુઓ અહીં સારવાર લઈ રહ્યા છે.

કચ્છનું એકમાત્ર વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય ઝંખે છે વિકાસ

આ પણ વાંચો:મોરબીમાં મોબાઈલ પશુ દવાખાનાનું કરાયું લોકાર્પણ

પશુઓની ઉત્તમ સારવાર -આ પશુ દવાખાને ફરજ બજાવતા ડોક્ટરો અને કર્મચારીઓ સ્ટાફની ઘટ(Shortage of Animal doctors Kutch) અને સંશાધનોની અછત વચ્ચે પોતાની કર્તવ્ય નિષ્ઠાથી કામ કરે છે પણ ચિકિત્સાલયને જો યોગ્ય રીતે વિકસાવવામાં આવે અને અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવે તો કચ્છના પશુઓને ઉત્તમ સારવાર મળી શકે તેમ છે.

એક્સ રે, સોનોગ્રાફી જેવી સુવિધાઓ વધારવામાં અને શસ્ત્રક્રિયા માટે પણ નવા આધુનિક ઉપકરણો ફાળવવામાં આવે તેવી માંગ

લોકોની મહેકમ પોલી ક્લિનિકમાં તંગી -1990માં બનેલી આ વેટરનરી પોલી ક્લિનિકમાં મદદનીશ નિયામક(Assistant in polyclinic Kutch) અને તબીબ સહિત 12 લોકોનું મહેકમ છે. તેની સામે હાલ માત્ર ત્રણથી ચાર લોકોની જ જગ્યા ભરેલી છે. છેલ્લા પાંચ વર્ષોમાં ભુજ અને જિલ્લાના અન્ય શહેરોમાં ઘરમાં શ્વાન અને બિલાડી જેવા પશુઓ પાળવાનો ટ્રેન્ડ(Trend of raising animals Kutch) પણ વધ્યો છે. ત્યારે આ ક્લિનિકમાં રોજ મોટી સંખ્યામાં આવા નાના પશુઓ સારવાર માટે આવે છે.

આજનો(શનિવાર) દિવસ વિશ્વભરમાં પશુ ચિકિત્સકોની કામગીરીને બિરદાવવા વર્લ્ડ વેટરનરી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કચ્છ જિલ્લા માટે અતિ મહત્વનો છે.

આ પણ વાંચો:વડોદરા સાંસદે પશુ આરોગ્ય રથને આપી લીલી ઝંડી

એક્સ રે મશીન ધૂળ ખાઈ રહ્યું છે -આ પશુ દવાખાનામાં 2010માં નવું ખરીદાયેલું એક્સ રે મશીન(X ray Machine Animal Treatment) આજે ડાર્ક રૂમ ન હોવાના કારણે ધૂળ ખાઈ રહ્યું છે, તો સાથે જ એક તે મશીનને ઓપરેટ કરી શકે તેવા ટેકનીશિયનની જગ્યા પણ ચિકિત્સાલયમાં છેલ્લા લાંબા સમયથી ખાલી પડી છે. જે કારણે ગંભીર હાલતમાં પશુઓને ગાંધીધામ(Private Animal Hospital Gandhidham) સુધી ખાનગી હોસ્પિટલમાં લઇ જવું પડતું હોય છે

સુવિધાઓ વધારવામાં અને શસ્ત્રક્રિયા માટે નવા આધુનિક ઉપકરણોની માંગ -પશુ દવાખાનાના ડોકટરોની પણ ઈચ્છા છે કે જો સમય મુજબ આ હોસ્પિટલમાં એક્સ રે, સોનોગ્રાફી જેવી સુવિધાઓ વધારવામાં આવે અને શસ્ત્રક્રિયા માટે પણ નવા આધુનિક ઉપકરણો ફાળવવામાં જોઈએ. જેથી ફરજ બજાવતા અહીંના તબીબ તેમજ કર્મચારીઓ કચ્છના પશુઓની ઉત્કૃષ્ટ સારવાર કરી શકે છે અને પશુપાલકોને પણ તેનો લાભ મળી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details