કચ્છઃ આજે કચ્છને કોઈ ઓળખની જરુર નથી. સમગ્ર વિશ્વમાં કચ્છ તેની કળાને લીધે જેટલું પ્રસિદ્ધ છે તેટલું જ પ્રસિદ્ધ તેની ભૌગોલિક પરિસ્થિતિને લીધે છે. કચ્છનું સફેદ રણ અત્યારે સૌનું હોટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. કચ્છમાં રણોત્સવ આજથી શરુ થયો છે. આ રણોત્સવમાં પણ દર વર્ષની જેમ ટૂરિસ્ટ્સનો ભારે ધસારો રહેશે. આ વખતનો રણોત્સવ 25મી ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.
રણોત્સવ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનઃ કચ્છમાં ગુજરાત ટૂરિઝમ દ્વારા દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ છે ટેન્ટસિટી. આ વર્ષે પણ રણોત્સવ અને ટેન્ટસિટીનું આોજન કરવામાં આવ્યું છે. આ વર્ષનો રણોત્સવ 25મી ફેબ્રુઆરી સુધી ચાલશે. રણોત્સવમાં કચ્છની કલા અને સંસ્કૃતિનું સચોટ નિરુપણ કર્તા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કચ્છની હસ્તકલાની વિવિધ વસ્તુઓના વેચાણઅર્થે સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. આજે શરુ થયેલા રણોત્સવને ટૂરિસ્ટ્સનો ભારે પ્રતિસાદ મળ્યો છે. ભારત ઉપરાંત ફોરેન ટૂરિસ્ટ્સ પણ આજથી ટેન્ટસિટીનો લ્હાવો લેવા આવી પહોંચ્યા છે. વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધીનો રસ્તો બની ગયો છે. જેથી ટૂરિસ્ટ્સ રોડ ટુ હેવન મારફતે ધોળાવીરાની રોમાંચક મુલાકાત લઈ શકશે. જતા હવે પ્રવાસીઓ રોડ ટુ હેવન મારફતે સફેદ રણ ઉપરાંત વૈશ્વિક વિરાસત ધોળાવીરાનો નજારો પણ માણી શકશે.
ટેન્ટસિટીનો રોમાંચ પણ આસમાનેઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ રણોત્સવમાં ટેન્ટસિટી મુખ્ય આકર્ષણ છે ટેન્ટસિટી. આ વર્ષે 350 જેટલા ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દરબારી અને રજવાડી ટેન્ટસ ટૂરિસ્ટ્સના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આગામી ડિસેમ્બરનું એડવાન્સ બૂકિંગ ફુલ થઈ ગયું છે.
રણોત્સવમાં વિવિધ ટેન્ટના પેકેજીસ: રણોત્સવમાં 1 Night 2 Days, 2 Nights 3 Days અને 3 Nights and 4 Days ના જુદાં જુદાં પેકેજ પ્રવાસીઓ માટે ઉપલબ્ધ છે.પ્રીમિયમ ટેન્ટના ભાવ વ્યક્તિદીઠ 8700 રૂપિયાથી લઈને 29000 રૂપિયા સુધીનું જુદાં જુદાં પેકેજ પ્રમાણે ભાવ છે.સુપર પ્રીમિયમ ટટેન્ટના ભાવ 9600 રૂપિયાથી લઈને 31000 સુધીના પેકેજ છે.ડીલક્ષ એસી સ્વિસ કોટેજના ભાવ 7100 રૂપિયાથી લઈને 24000 રૂપિયા સુધીના ભાવ છે, તો નોન એસી સ્વિસ કોટેજના ભાવ 5500થી લઈને 18000 રૂપિયાના સુધીના પેકેજ પ્રવાસીઓને આકર્ષવા માટે ઉપલબ્ધ છે.