ગુજરાત

gujarat

ETV Bharat / state

World Environment Day 2022 : એ કોણ છે જેણે 20,000 વૃક્ષો, 300 પ્રકારના છોડો, ઔષધીય વનસ્પતિઓ અને વેલનું જતન કર્યું છે! - Environmental protection

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે (World Environment Day 2022 ) ત્યારે વાત કરીશું કચ્છના પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટ (Navinbhai Bapat an environmentalist from Kutch ) . તેમણે પોતાના 79 વર્ષના જીવનકાળ દરમિયાન 20,000થી વધુ વૃક્ષો વાવ્યા અને પોતાના ઘરે 300 જેટલા જુદાં જુદા છોડ, વનસ્પતિ, વેલાઓનો ઉછેર (Environmental protection) કર્યો છે.

World Environment Day 2022 : એ કોણ છે જેણે 20,000 વૃક્ષો, 300 પ્રકારના છોડો, ઔષધીય વનસ્પતિઓ અને વેલનું જતન કર્યું છે!
World Environment Day 2022 : એ કોણ છે જેણે 20,000 વૃક્ષો, 300 પ્રકારના છોડો, ઔષધીય વનસ્પતિઓ અને વેલનું જતન કર્યું છે!

By

Published : Jun 5, 2022, 6:04 AM IST

કચ્છ- આપણા જીવનમાં પર્યાવરણ ખૂબ મહત્વનું છે, પર્યાવરણ દ્વારા જ પૃથ્વી પર જીવન શક્ય છે. જો આપણે આજે જીવંત હોઈએ તો તેમાં ૫ર્યાવરણનો મોટો હાથ છે. એક સારું અને સ્વચ્છ ૫ર્યાવરણ આપણને વધુ સારી રીતે જીવવા માટે મદદ કરે છે.આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે (World Environment Day 2022 )ત્યારે આજે આપણે વાત કરીશું કચ્છના પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટની(Navinbhai Bapat an environmentalist from Kutch ) કે જેઓએ પોતાના 79 વર્ષના જીવનકાળ દરમિયાન 20,000થી વધુ વૃક્ષો વાવ્યા અને પોતાના ઘરે 300 જેટલા જુદાં જુદા છોડ, વનસ્પતિ, વેલાઓ વાવીને તેનો ઉછેર કર્યો છે.પક્ષીવિદ અને પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટને નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે લગાવ રહ્યો છે અને પશુ-પક્ષીઓ તેમજ પર્યાવરણ જતન (Environmental protection) માટે કરીને હંમેશા આગળ રહ્યા છે.

પોતાના ઘરે 300 જેટલા જુદાં જુદા છોડ, વનસ્પતિ, વેલાઓનો ઉછેર કર્યો છે

શહેરને મળ્યો લાભા- ભુજની પર્યાવરણ રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થાઓ વૃક્ષ મિત્ર, કચ્છ પર્યાવરણ સંઘ, Bhada એટલે કે Bhuj Area Devlopment Authority સાથે મળીને ભુજમાં 20,000 જેટલા વૃક્ષો વાવ્યા છે. 5000 જેટલા વૃક્ષો તો માત્ર પાલારા જેલ પાસે વાવેલા છે. લાલન કોલેજ રોડ, લેવા પટેલ હોસ્પિટલ રોડ, મંગલમ પાસે વાવેલા વૃક્ષો પણ તેમના દ્વારા વાવવામાં આવ્યાં હતાં.

નવીનભાઈ બાપટનો પર્યાવરણ પ્રેમ અનોખો છે

નવીનભાઈ બાપટને ગાર્ડનીંગનો શોખ હોવાથી ઘરે જુદી જુદી જાતના 300 છોડ વાવ્યાં- પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટને (Navinbhai Bapat an environmentalist from Kutch ) ગાર્ડનીંગનો શોખ હોવાથી ઘરે વાતાવરણ લીલું રહે. નવીનભાઇએ નિજાનંદ માટે જુદી જુદી જાતના 300 પ્રકારના છોડ, વેલ, ઔષધીય વનસ્પતિ પોતાના ઘરે વાવી છે અને તેની માવજત કરીને ઉછેર કરી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમૃતવેલ વનસ્પતિ કે જેનું આયુર્વેદિક રીતે ખૂબ મહત્વ છે અને જીવનસંજીવની તરીકે ઓળખાય છે. આ વેલ વાવીને આસપાસના લોકોને પણ પ્રેરણા આપી છે.

નવીનભાઇએ ઉછેરલા છોડ

પ્લાસ્ટિકના ડબ્બાનો કરે છે કુંડા તરીકે ઉપયોગ - પર્યાવરણપ્રેમી નવીનભાઈ બાપટની વૃક્ષપ્રેમ અંગેની રસપ્રદ વાત એ છે કે તેઓએ પ્લાસ્ટિકના ડબ્બા, રંગના ડબ્બા, પાણીના કન્ટેનર જેવી નકામી વસ્તુઓને કુંડામાં રૂપાંતરિત કરીને તેનો સારો ઉપયોગ કર્યો છે અને તેમાં નવીનભાઈએ વૃક્ષો વાવ્યા છે. તેઓ જણાવે છે કે તેમને 300 જેટલા વૃક્ષો વાવ્યા છે એટલે તેમને 300 જેટલા પ્લાસ્ટિકના ડબ્બાઓનો ઉપયોગ કર્યો છે.

તેમાં વિવિધ ઔષધીય વેલા અને છોડ પણ છે

અનેક પ્રકારની જાતિના છોડો -નવીનભાઈ બાપટે પોતાના ઘરના નાના આંગણામાં 300 પ્રકારના જુદાં જુદા છોડ વાવ્યા છે જેમાં એકઝોરા, અમૃતવેલ, જેટ્રોપા, money plant, થોર, સોંગ ઓફ ઈન્ડીયા, ગળો, ખારેક, પીપળો, કરેણ, બ્યુટી પ્લાન્ટ, વીંછી વેલ, આસ્પ્રગાસ, સતાવરી, dumb cane, બોગન વેલ, જુદાં જુદાં રંગના ચંપો, જુદાં જુદાં રંગના ગુલાબ, શાહી ચંપો, જાસૂદ, બારમાસી, પિંક કેશિયા, ક્રોટોન, એરેલિયા, canna, નરગીસ, ચાંદની, જાંબુ, બદામ, રેલવે ક્રિપર, અપરાજિતા, ડોલર, એલોવિરા વગેરે જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.

પ્રકૃતિનું જતન એ જ તેમનો સંદેશ

૫ર્યાવરણ પાસેથી આ૫ણે કિંમતી ઓકસીજન મફતમાં મેળવીએ છીએ પરંતુ ૫ર્યાવરણના રક્ષણની એક નાનકડી જવાબદારી અદા નથી કરતા- નવીનભાઈ બાપટનું (Navinbhai Bapat an environmentalist from Kutch ) માનવું છે કે આ૫ણે શ્વાસ લેવામાં ઓક્સિજન લઈએ છીએ તેમજ ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. ૫રંતુ આ ઓકસીજન આ૫ણને કોણ પુરો પાડે છે ? તો આ ઓક્સિજન આ૫ણને વૃક્ષો પુરો પાડે છે. જે ૫ર્યાવરણનો એક ભાગ છે. બજારમાં 2.5 કીલોગ્રામ ઓક્સિજન સિલિન્ડરની કિંમત અંદાજે 6500 રૂપીયા જેટલી છે. તો તમે વિચારી શકો છો કે ૫ર્યાવરણ પાસેથી આ૫ણે કેટલો કિંમતી ઓકસીજન મફતમાં મેળવી લઇએ છે. ૫રંતુ તેના બદલામાં આ૫ણે ૫ર્યાવરણ રક્ષણની (Environmental protection) એક નાનકડી જવાબદારી ૫ણ અદા નથી કરતા. માનવી કેટલો સ્વાર્થી છે.

પર્યાવરણએ પૃથ્વીનો એક અભિન્ન ભાગ -માનવીને આ વર્ષે કદાચ કોરોના કાળમાં ૫ર્યાવરણની કિંમત સમજાઇ ગઇ હશે. કેટલાય લોકોને ઓકસીજન માટે કેટલીય મહેનત કરવી ૫ડી હશે. પર્યાવરણ એ પૃથ્વીનો એક અભિન્ન ભાગ છે, પ્રાચીન સમયમાં, માનવી સ્વચ્છતા ૫ર વિશેષ ભાર આ૫તો હતો. તે વૃક્ષોની પૂજા કરતો હતો. આજે ૫ણ હિન્દુ ઘર્મમાં પી૫ળા જેવી વન્સ્પતિને કા૫વી તે પા૫ ગણાય છે. તેનુ ઘાર્મિક કારણ છે હોય તે ૫ણ પી૫ળો એ એવું વૃક્ષ છે કે જે આ૫ણને 24 કલાક ઓકસીજન પુરો પાડે છે.

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિવસ પર મળો 13000 તુલસીના છોડનું નિઃશુલ્ક વિતરણ કરનાર 'તુલસીભાભી' ને..

આજના સમયમાં પર્યાવરણનું મહત્વ ભૂલાઈ રહ્યું છે - પર્યાવરણનું જેટલું જતન આપણે કરીશું તેટલું જ પર્યાવરણ આપણું જતન કરશે. પ્રાચીનકાળમાં ૫ર્યાવરણના મહત્વને ખુબ સારી રીતે સમજી માનવીએ ૫ર્યાવરણનું રક્ષણ કર્યુ છે. પર્યાવરણ આબોહવાને સંતુલિત રાખે છે તેમજ જીવન માટે જરૂરી બધી વસ્તુઓ ૫ણ પર્યાવરણ દ્વારા જ પ્રાપ્ત થાય છે. પરંતુ આજના સમયમાં પર્યાવરણનું મહત્વ ભૂલાઈ રહ્યું છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. પ્રાચીન કાળમાં મનુષ્ય પગપાળા માઈલો સુધી પ્રવાસ કરતા હતા. પરંતુ આજનો યુવાન થોડુંક ૫ણ ચાલે તો તેના શ્વાસ ફુલવાનું શરૂ થઈ જાય છે.

૫ર્યાવરણનું જતન એ માનવીની નૈતિક જવાબદારી છે - સમગ્ર સૃષ્ટિ ૫ર્યાવરણને આભારી છે. આ બાબત માનવી સારી રીતે જાણતો હોવા છતાં તે ૫ર્યાવરણનો બેફામ ઉ૫યોગ કરે છે. ૫ર્યાવરણનું જતન એ માનવીની નૈતિક જવાબદારી છે. ભારતીય નાગરીકો માટે તો એ બંઘારણીય ફરજ ૫ણ છે. ૫રંતુ માનવીએ તેનું જતન કરતાં ૫તન વઘુ કર્યુ છે. જેથી હાલમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી ૫ીડીત છે.

1972થી દર વર્ષે 5મી જુનને વિશ્વ ૫ર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે-વૃક્ષ વાવો જીવન બચાવો એ માત્ર સૂત્ર નથી એ આ૫ણી જવાબદારી ૫ણ છે. જો આ૫ણે ૫ર્યાવરણ સંરક્ષણ (Environmental protection) નહી કરીએ તો આ૫ણી ભાવિ પેઢીને સુંદર કુદરતી વારસો નહી આપી શકીએ. ૫ર્યાવરણના વઘતા જતા પ્રદૂષણથી સમગ્ર વિશ્વ અત્યારે ચિંતિત છે. તેથી યુનાઇટેડ નેશન્સ દ્વારા સને. 1972થી દર વર્ષે 5મી જુનને વિશ્વ ૫ર્યાવરણ દિવસ (World Environment Day 2022 ) તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે 100 થી ૫ણ વઘુ દેશોમાં વિશ્વ ૫ર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ સુરત વનવિભાગે બાળકોને પર્યાવરણ વિશે સમજ આપવા વૃક્ષ દ્વારા તૈયાર કરી પેન્સિલ

આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધું જ પ્રદૂષિત કરી દીધું-આજે આધુનિકરણના નામે આપણે જળ, વાયુ, ધરતી અને આકાશ બધું જ પ્રદૂષિત કરી દીધું છે. ભૌતિક સુખ સુવિધાઓ ઉભી કરવાની હોડમાં માણસ તો ઠીક પણ આપણે તો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓનું જીવવુ ૫ણ મુશ્કેલ કરી દીધું છે. તેથી કેટલાક પ્રાણીઓ તો લુપ્ત થઇ ગયા છે જે માત્ર આ૫ણને ફોટાઓમાં જ જોવા મળી શકશે. જો માનવી આજ રીતે કુદરતી સંપતિનો ઉ૫યોગ કરતો રહેશે તો દુનિયા નષ્ટ થતાં વાર નહીં લાગે.

પર્યાવરણને બચાવવાનો એક ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ -આપણે રહેઠાણ, ઘરનું રાચરચીલું અને ઔદ્યોગિક ઇમારતો બનાવવા માટે બેફામ વૃક્ષો કાપ્યા અને વૃક્ષોથી હરીભરી જમીનને ખોખલી અને કમજોર કરી નાખી છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. વઘુ ૫ડતા વૃક્ષોના નીકંદનના કારણે આજે વરસાદ ૫ણ અનિયમિત થઈ ગયો છે. એટલું જ નહીં વાયુ પ્રદૂષણ અને જળ પ્રદૂષણમાં પણ વધારો થયો છે. સમગ્ર ઋતુચક્ર ખોરવાઇ ગયુ છે.

ABOUT THE AUTHOR

...view details