ગુજરાત

gujarat

ETV Bharat / state

મુસાફર પક્ષીજગત માટે કચ્છ અતુલ્ય સ્થાન, વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ પર જુઓ વિશેષ અહેવાલ - પેલીકન નેચર કલબ ન્યૂઝ

કચ્છઃ 'કચ્છડો બારેમાસ...' આ વાત માત્ર માણસો માટે નહીં તમામ જીવસુષ્ટિ માટે પણ એટલી જ સાચી છે. શનિવારે વર્લ્ડ બર્ડ માર્ગ્રેટરી ડે. આ દિવસ કચ્છના વિદેશી પક્ષીઓ માટે કેટલુ મહત્વનું સ્થાન છે તે બતાવવાનો પ્રયાસ ઈટીવી ભારત કરી રહયું છે. એક સાથે સાત લાખથી વધુ સુરખાબ પક્ષીઓની ફેલમિંગો વસાહત જુઓ તો જીવનભર તેને ભુલી ન શકો તે ચોકકસ છે. રણ, દરિયો, ડુંગરના પ્રદેશમાં દર વર્ષે 400થી વધુ જાતના પક્ષીઓ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને કચ્છ આવે છે અને સુરક્ષિત સુવિધા સાથે પોતાનો ચોકસસ સમયગાળો પસાર કરીને ફરી ઉડી જાય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

By

Published : Oct 12, 2019, 6:08 PM IST

બર્ફિલા પ્રદેશથી ઉડીને કચ્છ આવતા આ પક્ષીઓને ચોકકસ સમયગાળા સુધી ખોરાક , પ્રજનન સુવિધા અને અનુકુળ વાતવારણ મળે છે. ત્યારે કચ્છના પ્રખ્યાત રણોત્સવમાં 2013માં ત્રીજી વલ્ડ બર્ડ કોન્ફરન્સમાં આવેલા પક્ષી નીરીક્ષકો વાહ બોલ્યા સિવાય રહી શકયા નહોતા.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

કચ્છમાં ફેલમિંગો સીટી એટલી સુરક્ષિત અને અનોખી જગ્યા છે કે એક સાથે લાખો પરીવાર પોતાનું જીવન જીવે છે. સામે કચ્છીમાડુઓ પણ આ પક્ષીઓને પરીવારની જેમ આવકારે છે અને તેથી જ સુરખાબને કચ્છના રાજવી પરીવારમના મહેમાન ગણાય છે. સુરખાબની એક ઓળખ એવી પણ છે કે 'રા લાખે જા જાની' એટલે કે રાજવી લખપતસિંહજીના દોસ્ત તરીકે પણ ઓળખાય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

કચ્છમાં 10થી વધુ સંસ્થાઓ પક્ષીઓ માટે કાર્યરત છે. પેલીકન નેચર કલબ, કચ્છ જે કારાયલ જો કેકારવ, કચ્છના મોરનો ટહુકો, કચ્છ પર્યાવરણ સંઘ, કચ્છ કામણગારો અને કરોબેટ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ પક્ષીઓ માટે કામ કરી રહી છે. પક્ષીવિદ્દો કચ્છ સુધી આવે છે અને પછી તેમને જે જોઈએ છે તે તેમને મળી જાય છે. કારણ કે પક્ષીઓ માટે જેમ નળ સરોવર અલૌકિક છે તેમ કચ્છ પણ અતુલ્ય છે.

વિશ્વ પક્ષી સ્થળાંતર દિવસ

ABOUT THE AUTHOR

...view details