- માંડવી નગરપાલિકા દ્વારા 1.16 કરોડના કામોનું ખાતમુર્હુત
- ટેન્ડર ખોલ્યા વગર કામોનું ખાતમુર્હુત કરાયું
- વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા
કચ્છ :માંડવી નગરપાલિકા દ્વારા અષાઢી બીજના રોજ કરોડોના વિકાસના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું. જે કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે, તેના હજી ટેન્ડર પણ ખોલવામાં આવ્યા નથી. માંડવી નગરપાલિકા દ્વારા સી. સી. રોડ, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, રિસર ફેંસિંગ, બેન્ચ સપ્લાય તથા સ્લેબ કલ્વર્ટના કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
ખાતમુર્હુતના કાર્યક્રમમાં વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત
આ ખાતમુર્હુતના કાર્યક્રમમાં સાંસદ સભ્ય વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી નગરપાલિકાના પ્રમુખ હેતલ સોનેજી, ઉપપ્રમુખ પ્રેમજી કેરાઇ, બાંધકામ ચેરમેન વિશાલ ઠક્કર, કારોબારી ચેરમેન જીજ્ઞા હોદારવાલા, પાણી પૂરવઠા ચેરમેન ગીતા ગોર, ચીફ ઓફિસર સાગર રાડિયા સહિતના અધિકારીઓ અને કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા. વિકાસના કામોની તકતીનું અનાવરણ કરીને ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
58,71,687.01 રૂપિયાના ખર્ચે સી. સી. રોડ તથા પેવરબ્લોકની કામગીરી
માંડવી નગરપાલિકા દ્વારા 14મા નાણાંપંચ મુજબ દાદાવાડી ઇ. એસ. આસથી બાપા સીતારામ મડુલી સુધી પાઇપ લાઇનનું કામ 11,71,640.66 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. 15મા નાણાંપંચ મુજબ માંડવી શહેરના વિવિધ વિસ્તારમાં 58,71,687.01 રૂપિયાના ખર્ચે સી. સી. રોડ તથા પેવરબ્લોકની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો : મોડાસા સહયોગ ચોકડી પર કલેક્ટરે સર્કલનું ખાતમુહર્ત કર્યુ
ગ્રાન્ટ બચતની રકમમાંથી વિકાસના કાર્યો થયા
મનોરંજન કર ગ્રાન્ટ બચત રકમમાંથી માંડવી શહેરના વિવિધ વિસ્તારમાં સી.સી. રોડ તથા પેવરબ્લોકની કામગીરી 8,53,488 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. ઉપરાંત યુ.ડી.પી - 88 -15/16ની બચત રકમમાંથી માંડવી શહેરના વિવિધ વિસ્તારમાં સી. સી. રોડની કામગીરી 14,17,948.16 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. યુ.ડી.પી - 78 - 13/14ની બચત રકમમાંથી માંડવી શહેરના જુદાં-જુદાં વિસ્તારમાં બેઠક વ્યવસ્થા માટે આર.સી.સી. બેન્ચ સપ્લાય તથા ફિટિંગનું કામ 5,06,010 રૂપિયાના ખર્ચે કરવામાં આવશે.