ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીધામમાં વતનવાપસી માટે શ્રમિકોના હંગામો, પોલીસે મામલો થાળે પાડયો - ગાંધીનગરમાં પરપ્રાંતીયનો હોબાળો

કોરોના મહામારી વચ્ચે ગાંધીધામમાં આજે બુધવારે બિહારના શ્રમીકોએ વતન પરત ફરવાને લઇને રાષ્ટ્રીય માર્ગને બંધ કરી અને હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસે થાળે પાડ્યો હતો.

વતનવાપસી માટે શ્રમિકોના હંગામો
વતનવાપસી માટે શ્રમિકોના હંગામો

By

Published : May 13, 2020, 10:07 PM IST

ગાંધીધામ : કોરોના મહામારી વચ્ચે કચ્છના ઔઘોગિક પાટનગર ગાંધીધામમાં આજે બુધવારે બિેહારના શ્રમિકોએ પોતાની વતનવાપસીની માગ સાથે કંડલા રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંધ કરીને હોબાળો મચાવ્યો હતો. એક તબકકે પથ્થરમારા થતાં કેટલાક વાહનોના કાચ પણ તુટયા હતા. જોકે પોલીસના ઉચ્ચાધિકારીઓએ બિહાર સરકારની ટ્રેન મોકલવાની મંજુરી મળતા જ ગાંધીધામથી ટ્રેન રવાના કરવાની ખાતરી અપાતાં મામલો અંતે થાળે પડયો હતો. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધોરીમાર્ગ શરૂ કરી દેવામાં આવ્યો છે.

વતનવાપસી માટે શ્રમિકોના હંગામો
આ સમગ્ર મામલાને લઇને ગાંધીધામના SP પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે ગાંધીધામના કાર્ગો ઝુંપટપટ્ટી વિ્સ્તારમાં રહેતા શ્રમિકોના ટોળાએ કંડલા ધોરીમાર્ગ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીધામથી બિહાર માટેની એક ટ્રેન રવાના કરાયા પછી બાકી રહેલા શ્રમિકો પણ ટ્રેનની માગ સાથે રસ્તા પર આવી ગયા હતા. આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર આવી અને શ્રમીકો સાથે ચર્ચા કર્યા બાદ મામલો થાળે પાડ્યો હતો.

આ વચ્ચે પોલીસે તમામ શ્રમીકોને ભોજન સહિતના અનેેક પ્રશ્નોની ખાતરી આપી છે. ઉપરાંત જણાવ્યું કે બિહાર સરકારે આગામી 16 અને 17મી તારીખે મંજુરી આપી છે. ત્યારે ટ્રેન રવાના થશે. શ્રમીકોને સમગ્ર ખાતરી આપતા હાલમાં સમગ્ર સ્થિતી કાબુમાં છે અને ધોરીમાર્ગને રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details