ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં કચ્છના વહીવટી તંત્રએ કરેલી કામગીરીનો ચિતાર... - કચ્છ વહીવટીતંત્ર

વૈશ્વિક મહામારીના ફેલાવાને અટકાવવા અને લોકોને કોરોના વાઇરસનાં સંક્રમણથી બચાવવા વહીવટી તંત્ર દ્વારા યુદ્વના ધોરણે પગલાં લેવાઇ રહ્યા છે.

ો
લોકડાઉનમાં કચ્છના વહીવટી તંત્રએ કરેલી કામગીરીનો ચિતાર

By

Published : Apr 2, 2020, 5:34 PM IST

કચ્છઃ રાજ્ય સરકાર દ્વારા 13 માર્ચે બહાર પાડવામાં આવેલા જાહેરનામાથી લઇને અત્યાર સુધીમાં સરકાર દ્વારા જે દિશાનિર્દેશો જારી થયા છે તેનો ચુસ્તપણે પાલન કરાવવામાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર રહયું છે. શરૂઆતના પ્રાથમિક તબક્કામાં કોવીડ-19 અંગેની બહાર પાડવામાં આવેલા માર્ગદર્શિકાઓનો સુનિશ્ચિત અમલ કરાવવો એક મોટો પડકાર હતો. આ બહુઆયામી પડકાર હતો. જેમાં કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, આવશ્યક વસ્તુઓની આપૂર્તિ તેમજ સામાન્ય જનજીવનને અસર ન પડે તેનું ધ્યાન રાખવાનું હતું. આ પડકારને પહોંચી વળવા કચ્છ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.નું સબળ નેતૃત્વ આ કર્મચારીઓને સાપડ્યું હતું.

શરૂઆતના તબકકામાં ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ સુનિશ્ચિત કરવી એજ મુખ્ય ધ્યેય હતું. કચ્છ જિલ્લાની મુખ્ય હોસ્પિટલ જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોના વાઈરસનાં ઈલાજને લગતી આઇસોલેશન વોર્ડ તૈયાર કરવા તેમજ તેને આનુષાંગિક કવોરો0ન્ટાઇન સુવિધાઓ તૈયાર કરવા જેવી બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે 42 પથારીનો આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યો. આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ 30 જેટલા આઇસોલેશન વોર્ડ તૈયાર કરાવામાં આવ્યા બાદ કવોરોન્ટાઇન સુવિધાઓ વધારવા વિવિધ સંસ્થાઓ પણ મદદે આવી અને હાલ કચ્છ જિલ્લામાં 2020 જેટલી કવોરોન્ટાઇન સુવિધાઓ ઉપલબ્ધ છે. જેમાં આશરે 76 લોકોને ત્યાં કવોરોન્ટાઇન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ૫૧૦૩ લોકોને ઘરમાં જ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલા છે.

લોકડાઉનમાં કચ્છના વહીવટી તંત્રએ કરેલી કામગીરીનો ચિતાર
આપત્તિવ્યવસ્થાપન કચેરી દ્વારા આ અંગે 24 કલાક કન્ટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવેલો છે. જેનો નંબર છે 02832- 1077 જેમાં અત્યાર સુધીમાં 600થી વધુ કોલ્સ દ્વારા મળેલા રજૂઆતનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવેલું છે. તેમજ જિલ્લા આરોગ્ય તંત્રનો કોવીડ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા તા.૨૪ની મધરાતથી ભારતમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો અમલ કરાવાઈ રહયો છે. મુખ્યમંત્રી રાહતનિધિમાં લોકોને ફાળો નોંધાવવા અપીલ કરવામાં આવી જેને અનુલક્ષીને અત્યાર સુધીમાં 49 સંસ્થાઓ તેમજ વ્યકિતઓ દ્વારા કુલ રૂ.1,81,72,888 રકમના ચેક મુખ્યમંત્રી રાહતનિધિના ચેક જિલ્લા કલેક્ટર કચેરીમાં સુપરત કરવામાં આવ્યા છે . લોકડાઉન સમય દરમિયાન લોકોને તમામ જીવન જરૂરી આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, કરિયાણું, ફળફળાદી અને ખાસ કરીને દવાઓ મળી રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું અને આ આવશ્યક ચીજવસ્તુઓની ઘેર બેઠા ડીલીવરી થાય તેવી સચોટ વ્યવસ્થા ઉભી કરવામાં આવી. જેમાં રિલાયન્સ, ડી માર્ટ જેવા મોલ તેમજ ભુજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રોવીઝન સ્ટોર્સ સાથે સંકલન કરી લોકોને ઘરની બહાર નીકળવું ન પડે અને ઘરે બેઠા આ આવશ્યક ચીજો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. રાજય સરકારના વડીલો માટેનાં સંવેદનશીલ અભિગમને સાર્થક કરવા જિલ્લામાં જરૂરીયાતમંદ સીનીયર સીટીઝનોને ઘરે બેઠા પોતાની આવશ્યક વસ્તુઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જો કોઇ વડીલો ઘરે એકલા રહેતા હોય તો તેઓ કન્ટ્રોલરૂમનો સંપર્ક સાધે તો તેમને પણ વહીવટી તંત્રના સ્વયંસેવકો દ્વારા જરૂરી વસ્તુઓ કે દવાઓ ઘરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રે હોટેલ એસોસિએશનના હોદેદારો સાથે બેઠક કરીને રાંધેલો ખોરાક નકકી કરેલા પાસ હોલ્ડર્સ દ્વારા લોકોને ઘરે બેઠા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા પણ કરી છે. કચ્છ જિલ્લામાં ભૂંકપ પછી ઘણા ઔધોગિક એકમો સ્થાપાયા. આ ઔધોગિક એકમોમાં જિલ્લા બહારનાં તેમજ અન્ય રાજયોમાંથી અનેક શ્રમિકો/કામદારો કામ કરી રહયા છે. હાલ લોકડાઉન સમય દરમ્યાન આ ઔધોગિક એકમો બંધ છે ત્યારે આ કામદારો પોતાનાં વતનભણી પ્રયાણ કરી રહયા હતા ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવીય અભિગમ અપનાવીને આ કામદારો/શ્રમિકો જયાં છે. ત્યાંજ તેમને રોકીને નકકી કરવામાં આવેલ આશ્રય સ્થાનોમાં આશરો આપવામાં આવ્યો છે. ત્યાં તેમને રહેવા તથા જમવાની સંપૂર્ણ સગવડો આપવામાં આવી રહી છે. અત્યારે જિલ્લામાં આવા કુલ 48 આશ્રય સ્થાનો આવેલા છે. જેની ક્ષમતા 5905 જેટલા વ્યકિતઓનો સમાવેશ થઇ શકે છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી કચ્છની અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને વ્યકિતઓ તરફથી જરૂરિયાતમંદોને અત્યાર સુધીમાં 38035 જેટલા ફૂડ પેકેટસ તેમજ 5032 જેટલી કિટનું વિતરણ કરવામાં આવેલ છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર હંમેશા અગ્રેસર રહયું. બહારના શ્રમિકો/કામદારો દ્વારા ટવીટ પર કરવામાં આવેલ અપીલ/ફરીયાદનો તંત્ર દ્વારા ત્વરિત નિકાલ કરવામાં આવેલ છે અને તેઓને જરૂરી સહાય પહોંચાડવામાં આવે છે. આ ઉત્કૃષ્ટ કામગીરી માટે ઝારખંડ તેમજ મધ્યપ્રદેશ સરકાર તરફથી વિવિધ વિભાગો તરફથી જિલ્લા વહીવટી તંત્રને બિરદાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details