ભૂજ : દેશભરમાં કોરોના સામે જંગ લડવા લોકો પોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપી રહ્યા છે, ત્યારે સરહદી કચ્છમાં પણ અનેક દાતાઓ દાન, સેવા અને સહકાર આપી રહ્યા છે. ગાંધીધામના જાણીતા મહિલા ઉઘોગપતિ અને ગુજરાત બોડી બિલ્ડિંગ એસોશિએશનના પ્રમુખ તુલસીબેન સુજાને મુખ્યપ્રધાન રાહતફંડમાં 21 લાખ રૂપિયાનું દાન આપ્યુ છે.
ગાંધીધામમાં મહિલા ઉઘોગપતિએ આપ્યું 25 લાખનું દાન - કોરોનાવાઈરસ ન્યૂઝ
કચ્છ જિલ્લામાં ગાંધીધામના જાણીતા મહિલા ઉઘોગપતિ અને ગુજરાત બોડી બિલ્ડિંગ એસોશિએશનના પ્રમુખ તુલસીબેન સુજાને મુખ્યપ્રધાન રાહતફંડમાં 21 લાખ રૂપિયાનું દાન આપ્યુ છે.
આ સાથે પશ્ચિમ અને પુર્વ કચ્છ બન્ને જિલ્લાને પણ પાંચ લાખનું ફંડ જરૂરી સામગ્ર ખરીદવા માટે આપ્યું છે. મુસ્લીમ આગેવાનો સાથે તુલસીબેને આજે આ તમામ રકમના ચેક કલેકટર પ્રવીણા ડી. કે ને અપર્ણ કર્યા હતાં.
બીજી તરફ માધાપર જૈન સમાજ દ્વારા તેરા તુજકો અપર્ણ યોજના સાથે કોરોના કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખ હિતેશ ખંડોરના જણાવ્યાં પ્રમાણે ભગવાન મહાવીરના જન્મકલ્યાણક નિમિતે આજે વિવિધ ગામોમાં 51 ગાડી લીલો ચારો મોકલવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ જગ્યાએ પંખીઓ માટે ચણ મોકલવામાં આવ્યું હતુ. આ ઉપરાંત કોરોના કરૂણા અભિયાન સાથે હવે વિવિધ જગ્યાએ ગાયોને નિરણમળી રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.