- અડદિયા એટલે શિયાળાનો કિંગ
- દેશની સાથે સાથે વિદેશમાં પણ કચ્છના અડદિયાના ચાહકો
- ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત અડદિયાની માંગ વધી
ભુજ: અડદિયાએ ગુજરાતમાં શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક (Kutch Special Adadia)છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન(Adadia Rich in protein) હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા મસાલા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં (Winter Special Food) તો અડદિયા ખાવા જ જોઈએ.
જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે આ પણ વાંચો:સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે
શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે અડદિયા
અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ વગેરે જેવા મસલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે જેથી કરીને શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે.
જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી
કચ્છમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના કારણે લોકો થીજી ગયા છે, પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છનાં પ્રખ્યાત અડદિયાની માંગ વધી ગઈ છે, કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે કચ્છમાં મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરે છે.
શરીરને ગરમ રાખતા મસાલામાંથી અડદિયા બનાવાય છે
હાલના ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે, જેના કારણે અડદિયાની માંગ વધી છે અડદની દાળ, ડ્રાયફ્રુટ, શુદ્ધ ઘી તેમજ શિયાળામાં શરીરને ગરમ રાખતા મસાલામાંથી અડદિયા બનાવાય છે, અડદિયા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. અડદિયા જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે, જેમાં કોઈ જ શંકા નથી.
જાણો શિયાળામાં શરીરને ગરમ રાખતાં કચ્છના સ્પેશિયલ અડદિયા વિશે આ પણ વાંચો:રોજ દૂધ પીવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે
400થી 800 રૂપિયે કિલો વેંચાય છે અડદિયા
અડદિયાના એક કિલોના ભાવ 400થી લઈને 800 સુધીના છે, કોરોના મહામારી વચ્ચે પણ અડદિયાની માંગ જળવાયેલી છે. ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપરમાંડવી, મુન્દ્રા,નખત્રાણા, નલિયા, દયાપરની બજારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં અડદિયા મળે છે, જે અડદિયા છેક કચ્છ નહિ પણ સમગ્ર ભારતમાં પહોંચે છે. વિદેશમાં વસતા કચ્છના લોકો પણ અચૂક અડદિયા મંગાવે છે. સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ મંડળો પણ અડદિયા બનાવીને વહેંચતા હોય છે. ઠંડીમાં અડદિયા ઉપરાંત ગુંદરપાક, ખજૂર પાકની પણ ડિમાન્ડ રહે છે, ત્યારે એક વખત અચૂક સૌ કોઈએ અડદિયા મંગાવીને સ્વાદ લેવું જોઈએ.