- મહિલા સંચાલિત જુગારધામ પરLCBનો દરોડો
- કુલ 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
- પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
કચ્છઃ પોલીસના કડક ચેકીંગ વચ્ચે કચ્છભરમાંથી ભુજના રૂદ્રમાતા ડેમ નજીક આવેલા કચ્છ સફારી રીસોર્ટમાં રૂમભાડે રાખી સુમરાસર ગામના મહિલા જસીબેન કાનજીભાઇ ચાડ નાલ ઉઘરાવી બહારથી ખેલી બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી. જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો.
આ પણ વાંચોઃગોંડલમાં LCB પોલીસે દરોડા પાડી 10 જુગાર પ્રેમીઓની ધરપકડ કરી
કુલ 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
જુગાર રમી રહેલા 4 મહિલા અને 3 પુરૂષને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 1.32 લાખ રોકડ, 7 મોબાઇલ ફોન કિંમત 30,500, તુફાન ગાડી કિંમત 1,00,000 મળીને કુલ 2.63 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃવિસનગરમાં ઉમિયા ફાઇનાન્સ કંપનીમાં પોલીસના દરોડા, જુગાર રમતા 8 નબીરા ઝડપાયા
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે
લોકલ ક્રાઇમ બ્રાન્ચે જુગાર દરોડામાં જસીબેન ચાડ ઉપરાંત રાધાબેન માતા, રમીતા ઉર્ફે માલા ઠક્કર, રસીલા ઠક્કર, પ્રેમજી મહેશ્વરી, દીનેશ ડાંગર તથા રમજુ શેખને ઝડપી પાડ્યા હતા. ભુજ બી-ડિવિઝન પોલિસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.