- LCBએ જુદા-જુદા 5 દરોડામાં કુલ 48 જુગારીઓ ઝડપાયા
- જિંદાલ કંપનીના ગેટ નંબર-2 પાસે દરોડા પાડીને 5 શખ્સોને ઝડપ્યા
- આરોપીઓ પાસેથી કુલ 30,600નો મુદ્દામાલ જપ્ત કર્યો
કચ્છ :જિલ્લામાં પોલીસ તથા LCBના જુદા-જુદા 5 દરોડામાં કુલ 48 જુગારીઓ ઝડપાયા હતા. જેમાં 7 જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
LCBએ રેડ કરી 5 શખ્સોને ઝડપી લીધા
પશ્ચિમ કચ્છ LCBને બાતમી મળી હતી કે, મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે આવેલી જિંદાલ કંપનીના ગેટ નંબર-2 પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં અમુક શખ્સો ગોળ કુંડાળુ કરી જાહેરમા ગંજી પાના વડે તીન-પત્તીનો રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. જે આધારે LCBએ જગ્યાએ રેડ કરી 5 શખ્સોને ઝડપી લીધા હતાં.
આ પણ વાંચો : પશ્ચિમ કચ્છ LCBએ 3 મહિલા સહિત કુલ 9 લોકોને જુગાર રમતા પકડ્યા