- ઓમાન તરફ વધી રહ્યું છે વેલમાર્ક લો પ્રેશર
- કચ્છના અબડાસામાં નોંધાયો દોઢ ઈંચ વરસાદ
- સમગ્ર કચ્છમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું
કચ્છ: અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશરને કારણે કચ્છના અબડાસામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભુજ અને ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. તો ભચાઉ અને વાગડ પંથકમાં પણ વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગેે જણાવ્યું કે, વેલમાર્ક લો પ્રેશર ઓમાન તરફ આગળ વધી રહ્યું છે અને કચ્છના કાંઠાથી ખુબ દૂર છે. જો કે, તેની અસર કચ્છમાં દેખાઈ રહી છે.
રવિવારે પણ વરસાદ પડે તેવી શક્યતા
શનિવારે કચ્છમાં વરસાદ નોંધાયો છે. જયારે રવિવારે પણ આ અસરને કારણે વરસાદ પડવાની સંભાવના છે. પવનની ગતિમાં પણ વધઘટ નોંધાઈ શકે છે.