કચ્છ: ગત 12મી ઓગસ્ટે પોરબંદરના સાંસદ રમેશ ધડુકના નિવાસસ્થાને જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગીતાબેન કચ્છમાં ભૂજ તાલુકાના કોડકી ખાતે આવેલા તેમના મોટાભાઈ જયમલભાઈ રબારીના ઘરે સેલ્ફ કવોરન્ટાઈન થયા છે.
પોરબંદર સાંસદના સંપર્કમાં આવેલા કચ્છી કોયલ ગીતાબેન રબારી સેલ્ફ કવોરેન્ટાઈન થયા - porbandar MLA ramesh dhaduk
કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણ વચ્ચે કચ્છી કોયલ ગીતાબેન રબારી હાલ કચ્છમાં હોમ ક્વોરેન્ટાઈન થયા છે. ગત 12મી ઓગસ્ટે તેઓ પોરબંદરના સાંસદ રમેશ ધડુકના સંપર્કમાં આવ્યા હતા. આજે કોરોના રિપોર્ટ માટે તેમના સેમ્પલ લેવામાં આવશે.
પોરબંદર સાંસદના સંપર્કમાં આવેલા કચ્છી કોયલ ગીતાબેન રબારી સેલ્ફ કવોરેન્ટાઈન, આજે થશે કોરોના રિપોર્ટ
મંગળવારે તેમના કોરોના સેમ્પલ લઇને રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવશે. હાલ તેઓ સ્વસ્થ છે અને કોરોનાના કોઈ જ લક્ષણ જણાયા નથી.