કચ્છઃ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો(Weather of Gujarat Today) થતાં ટાઢકમાં વધારો થયો છે. તેમજ સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આજે સવારથી જ ઠંડા(Cold Temperature in Gujarat) પવનો ફૂંકાઈ રહ્યા છે. તો આજે રાજ્યમાં કમોસમી વરસાદની(Unseasonal Rain in Gujarat) સંભાવના નથી અને આજે ખુલ્લું વાતાવરણ જોવા મળશે તેમજ સવારથી સુરજના દર્શન થયા હતા. તો રાજકોટ, ગાંધીનગર, ભુજ, બરોડા, નલિયા ખાતે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં નોંધાયો છે.
16 જાન્યુઆરી બાદ હવામાનમાં પલટો આવશે
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર માવઠુ પડશે. રાજ્યમાં ફરી એકવાર ભર શિયાળે કમોસમી વરસાદ(Rainfall Forecast in Gujarat) ખાબકશે. જાણીતા આગાહીકાર દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં 16થી 19 જાન્યુઆરીએ ગુજરાતના હવામાનમાં(Non Seasonal Rain in Gujarat) પલટો આવશે. 18થી 20 જાન્યુઆરીએ કેટલાક ભાગોમાં માવઠું પડી શકે છે. 25થી 29 જાન્યુઆરીમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે.