કચ્છ:સરહદી વિસ્તાર અને છેવાડાના એવા સૂકા મલક બન્ની (Water problem in Kutch)વિસ્તારમાં પાણીના સ્થાનિક સોર્સનો અભાવ છે. જેથી કરીને લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ભર ઉનાળે બન્ની વિસ્તારના લોકો પીવાના પાણી માટે તરસ્યા છે. પીવા માટે પાણી તેમજ પશુ માટે ઘાસચારોના મળતા ગામના 50 ટકા લોકો ઘર ખાલી કરીને હિજરત કરી ગયા છે. હજી તો ઉનાળો (water crieses in banni area of kutch)શરૂ જ થયો છે અને સરહદી કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં ભુજ તાલુકાનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે. તેમાં આસપાસના ગામમાં અત્યારથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે પશુપાલક એવા માલધારીઓને પાણી માટે ભારે સંધર્ષ કરવો પડી રહ્યો છે.
લોકો કરી રહ્યા છે હિજરત -બન્ની વિસ્તારના અમુક ગામડાઓ કે જેમાં મોટેભાગે લોકો( Water problem in Bhuj bunni)પશુપાલન સાથે સંકળાયેલા છે અને ખાસ કરીને વાંઢમાં પાણીની સમસ્યાના કારણે હાલત બહુ ખરાબ છે અને લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. બન્ની વિસ્તારની મહિલાઓ બેડાઓ લઈને દૂરદૂર સુધી પાણી માટે ભટકવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. પાણીની વ્યવસ્થા ના થતાં ગામના લોકોને હિજરત કરવી પડે છે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે.
આ પણ વાંચોઃWater Shortage In Jamnagar: PM મોદીની મુલાકાત પહેલા જામનગરમાં મહિલાઓએ પાણી મુદ્દે ઠાલવ્યો આક્રોશ, 4 વર્ષથી પાણીની સમસ્યા
ઘાસ અને પાણીની સમસ્યા -નાના સરાડા ગામમાં 250 જેટલા ઘરો છે અને હજારોની સંખ્યામાં પશુધન છે. ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે. માલધારીઓને પાણીની સમસ્યાની સાથે સાથે ઘાસચારાની પણ સમસ્યા ઘણા સમયથી સતાવે છે. ગામમાં અત્યારથી ઘાસ અને પાણીની સમસ્યા ઊભી થતાં માલધારીઓ ચિંતીત બન્યા છે. 100 જેટલા ઘરો તો પાણીની સમસ્યાના કારણે ખાલી થઈ ગયા છે અને અન્ય તાલુકાઓમાં પરિવાર અને પશુધન સાથે હિજરત કરી ગયા છે. ગામની મહિલાઓ ગામના સીમાડે બનાવેલા નેસ અને કુવામાંથી પાણી ભરીને તરસ છીપાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃWater Problem in Summer : દ્વારકામાં સલાયા બંદરના લોકો પાણી વગર ત્રસ્ત ને તંત્ર પાણીના વેપારમાં મસ્ત
આ વિસ્તાર સૂકો -જીવન જરૂરી પાણી પણ ન મળતું હોવાથી કેટલાક લોકોને હિજરત કરવાનો વારો પણ આવ્યો છે. સૌથી મોટી સુવિધા જીવન જરૂરી પાણીની હોવી જોઈએ પરંતુ અહીંના લોકોને પાણી નથી મળતું. ભૌગોલિક રીતે આ વિસ્તાર સૂકો મુલક છે ત્યારે ઉનાળામાં તો સ્થિતિ બદતર થઈ રહી છે.
પાણી અને ઘાસની સમસ્યાના કારણે માલધારીઓ કરી રહ્યા છે હિજરત -નાના સરાડા ગામના સરપંચે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગામમાં ઘાસની અને મોટામાં મોટી સમસ્યા પાણીની છે. માલધારીઓ મોટેભાગે પશુઓ પર આધારિત છે અને ખોળભુસાના ભાવ પણ વધી રહ્યા છે જેના કારણે માલધારીઓના જનજીવન પર અસર પડી છે જેથી કરીને માલધારીઓ હિજરત કરી ગયા છે. ગામમાં ઘાસ પણ ન હોવાથી માલધારીઓને અહીંથી ચાલ્યા જવું પડ્યું છે અન્ય તાલુકાઓમાં વાડી વિસ્તારમાં લોકો આ માલધારીઓને આસરો પણ આપે છે.જો માલધારીઓને 2 રૂપિયે ઘાસ મળે તો માલધારી ટકી શકે.
ગામમાં 100 જેટલા ઘર ખાલી -ગામના અન્ય એક આગેવાને જણાવ્યું હતું કે, પાણી તો ગામમાં છે જ નહીં ત્રણ દિવસે એક વાર પાણી આવે છે અને એ પણ આવે તો આવે માત્ર અડધા કલાક માટે પછી બંધ થઈ જાય છે.માલધારીઓ પોતાના વાહનો ઉપર 20 થી 25 કિલોમીટર દૂર જઈને પાણી ભરી આવે છે. સરકારે એક ટેન્કર ચાલુ કર્યું છે એક ટેન્કરથી કેવી રીતે પાણીની સમસ્યા દૂર કરવી. પશુઓને પણ પાણીની ખૂબ જરૂરિયાત રહે છે. માણસોને પણ પાણી નથી મળી રહ્યું પાણીની ખુબ તંગી છે. સરકાર તરફથી તાત્કાલિક પગલાં લેવાય તે અનિવાર્ય બન્યું છે. 100 જેટલા ઘરો ચાંદરાણી, કોટડા ,ખંભરા, ખેડોઈ વિસ્તારમાં હિજરત કરી ગયા છે.