ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણી પત્ર વિવાદ અંગે ડૉ. નિમાબેન આચાર્યઃ "આ યોગ્ય નથી થયું, CMને સીધી રજૂઆત થઈ શકી હોત" - નર્મદા કેનાલ જળ વિવાદ

કચ્છમાં સિચાઈ માટે નર્મદાના પાણીના મુદ્દે પુર્વરાજય પ્રધાન તારાચંદ છેડાના પત્ર વિવાદ બાદ હવે ભૂજના ધારાસભ્યએ સ્પષ્ટ કર્યુ છે કે, રાજય સરકાર કચ્છના વિકાસ માટ સંકલ્પબદ્ધ છે. જો કે, છેડાએ આ ખોટું કર્યુ છે. તેઓ આ મુદ્દે રાજયના મુખ્યપ્રધાનને રૂબરૂ મળી શકયા હોત. અમે સાથે મળીને એવુ કામ કરશું કે, વિપક્ષ પણ અભનિંદન આપશે.

Nimaben Acharya
નિમાબેન આચાર્ય

By

Published : Jun 2, 2020, 8:46 PM IST

Updated : Jun 2, 2020, 9:48 PM IST

કચ્છઃ જિલ્લામાં સિંચાઈ માટે નર્મદાના પાણીના મુદ્દે પુર્વરાજય પ્રધાન તારાચંદ છેડાના પત્ર વિવાદ બાદ હવે ભૂજના ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી. તેમને કહ્યું કે, છેડાએ આ ખોટું કર્યુ છે. તેઓ આ મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાનને રૂબરૂ મળી શકયા હોત.

છેડાએ આ ખોટું કર્યુ છે. તેઓ આ મુદ્દે રાજયના મુખ્યપ્રધાનને રૂબરૂ મળી શકયા હોત. અમે સાથે મળીને એવુ કામ કરશું કે, વિપક્ષ પણ અભનિંદન આપશે.

પાણી પત્ર વિવાદના મુદે મંગળવારે પત્રકાર સાથે વાત કરતા ભુજના ધારાસભ્ય ડૉ. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આ મુદે કોઈ રાજકરણ છે જ નહી. કોઈ જ ઈચ્છા શકિત, રાજકીય શકિતના અભાવનો કોઈ મુદો જ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કચ્છણમાં નર્મદાનું પાણી આપવા માટે સંકલ્પબધ્ધ છે. બધાને કચ્છ માટે વિશેષ લાગણી છે. વડાપ્રધાન દેશ દુનિયામાં કચ્છને યાદ કરે છે, મુખ્ય પ્રધાન ગત દુષ્કાળ દરમિયાન કચ્છમાં જ રહીને સેવાનું સંવેદના સાથે કામ કર્યું છે. જે કોંગ્રેસ વર્ષો સુધી મંજૂરી દબાવી રાખી હતી. તેને નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યાના 17માં દિવસે મંજૂરી આપી દીધી હતી. કોંગ્રેસના જ પ્રતાપે કચ્છને હજૂ પાણી મળવાની સમસ્યા છે.

ડૉ. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ઉતર ગુજરાત સૌરાષ્ટ્ર કરતા પણ પહેલા પાણી મળી શકે તેેમ હતું, પણ કોંગ્રેસે વિવિધ બહાને આ કામને રોકી રાખ્યુ હતું. હવે 448 કિમીની કેનાલનું કામ પુરૂં થવા પર છે. માત્ર થોડુ જ કામ બાકી છે, તે માટે જમીન સંપાદનનો વિષય છે, પણ રાજય સરકાર તેને પણ ઉકેલશે. તેથી રાજકીય ઈચ્છા શકિતનો કોઈ પ્રશ્ન જ નથી. પ્રતિજ્ઞા લીધી હોય તેમ રાજય સરકાર કચ્છના નર્મદાના પાણી માટે કામ કરે છે. કોઈએ યાદ કરવાવાની જરૂર નથી. આ મુદો રાજકીય પણ નથી. પોતાના વિચારો પ્રમાણે રજૂઆત કરાય છે. અમે બધા સાથે મળીને એવું કામ કરશું કે, વિપક્ષ પણ અભિનંદન આપશે. તે દિશામાાં વિચારવાની જરૂર છે, પણ છેડાએ આ ખોટું કર્યુ છે. તે સ્પષ્ટ છે. તારાચંદ મુખ્યપ્રધાનને રૂબરૂ મળી શકયા હોત.

Last Updated : Jun 2, 2020, 9:48 PM IST

ABOUT THE AUTHOR

...view details