- નાગરિકો દ્વારા 100/- રૂપિયા ચૂકવીને ટેન્કરની નોંધણી કરાવી છતાં આઠ-દસ દિવસ સુધી ટેન્કર મળતું નથી
- પ્રમુખ અને સામાજિક અગ્રણી વચ્ચે ગરમાગરમી સર્જાઈ હતી
- કાઉન્સિલરની ભલામણથી નોંધાયેલા લોકોને પ્રથમ ટેન્કર પહોંચાડાયા
કચ્છ : ભૂજ શહેરમાં Bhuj Municipality ના કાઉન્સિલર દ્વારા પ્રજા સુધી પાણીના ટેન્કર નાગરિકોએ રૂપિયા આપવા છતાં Water Distribution Arrangement સુવ્યવસ્થિત રીતે થઇ રહી નથી. તેવા આક્ષેપો સાથે ભુજ શહેરના સામાજિક અગ્રણી દ્વારા પોતાના વિસ્તારમાં પાણી ન મળતા રાવલવાડી સ્થિત પાણીના ટાંકે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે મીડિયાને તેઓએ ત્યાં ચાલી રહેલી લોલમલોલ અને લાગવગ અંગે આધારો બતાવ્યા હતા.
આ પણ વાંચો : પાલનપુરની મહિલાઓએ પીવાના પાણી અંગે વિરોધ નોંધાવ્યો
ટેન્કર મંગાવવા વાળા લોકોને ટેન્કર સમયસર પહોંચાડાતા નથી
સ્થળ પર કાઉન્સિલરની ભલામણ વાળી કાપલીઓ મળી આવી હતી. જેને તે જ દિવસે પાણી પહોંચાડવામાં આવ્યું હતું. જ્યારે નાગરિકો દ્વારા 100/- રૂપિયા આપીને આઠ-દસ દિવસો જૂની નોંધણીને આજ દિવસ સુધી પાણી પહોંચ્યું ન હતું. કાઉન્સિલરની ભલામણથી થતી ટેંકરની નોંધને નોંધિત સ્થળે એ જ દિવસે પહોંચી જાય છે. પરંતુ પૈસા આપીને ટેન્કર મંગાવવા વાળા લોકોને ટેન્કર સમયસર પહોંચાડવામાં આવતા નથી.