કચ્છઃ ભુજ ખાતે મંગળવારના રોજ કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં વિકાસ કામોના એજન્ડાઓ પસાર કરીને શાસક પક્ષ ભાજપના સભ્યો સભામાંથી કોઈ ચર્ચા કર્યા વગર ચાલતી પકડતા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા હંગામો મચાવાયો હતો. આ સાથે શાસકોએ પ્રમુખની ચેમ્બર બહાર રામધુન બોલાવી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ખાસ સભા બોલાવીને એજન્ડાઓ પસાર કરી દેવાયા પણ શાસકોએ ચર્ચા અને જવાબથી બચવા માટે સામાન્ય સભાની જગ્યા ખાસ સભા બોલાવી હતી.
કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોનો વોકઆઉટ, વિરોધ પક્ષ કોંગ્રેસે રામધુન બોલાવી જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોનાગ્રસ્ત થયા બાદ આઈસોલેટ હોવાથી ઉપપ્રમુખ નિયતીબેન પોકારના અધ્યક્ષસ્થાને આ ખાસ સભા બોલાવાઈ હતી. સભા શરૂ થતાં જ વિકાસ કામોના એજન્ડા પસાર કરવામાં આવ્યા હતા, ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ અંતિમ ખાસ સભામાં પાંચ વર્ષના હિસાબ સહિતના મુદે ચર્ચા કરવા હંગામો મચાવ્યો હતો, પરંતું કોંગ્રેસના આ વિરોધ વચ્ચે શાસક પક્ષ ભાજપે એજન્ડાઓ પસાર કરીને સભાને આટોપી લીધી હતી. આ સ્થિતિને પગલે નારાજ કોંગ્રેસના સભ્યોએ સભા ખંડમાં સુત્રોચ્ચાર કર્યા હતા અને પ્રમુખની ચેમ્બર બહાર રામધુન બોલાવી હતી.
કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોનો વોકઆઉટ, વિરોધ પક્ષ કોંગ્રેસે રામધુન બોલાવી કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સભામાંથી ભાજપના શાસકોનો વોકઆઉટ, વિરોધ પક્ષ કોંગ્રેસે રામધુન બોલાવી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલે જણાવ્યું હતું કે, સામાન્ય સભાની જગ્યાએ ખાસ સભા બોલાવવામાં આવતા શાસકો ચર્ચા અને જવાબ આપવાથી દૂર રહ્યા હતા. તાકિદના સમયે ખાસ સભા બોલાવાય છે પણ સામાન્ય સભા ચોક્કસ સમયે મળતી હોય છે, પરંતુ આ રીતે શાસકોએ હાલ કોરોના મહામારીમાં ચાલતી કામગીરી, આરોગ્ય સંબંધી પ્રશ્નો, વરસાદ બાદ મરમત અને ખાસ કરીને વરસાદ બાદ ખેડૂતોના નુકસાનની સર્વેની કામગીરી સહિતના મુદ્દે ચાલતી પકડી હતી અને દુઃખ સાથે કહેવું પડે છે કે, સભામાંથી શાસકોએ વૉકઆઉટ કરવું પડયું હતુ. કોંગ્રેસ આ સભામાં પાચં વર્ષની કામગીરી અને હિસાબ સહિતના મુદ્દે ચર્ચા કરવા માગતી હતી, પરંતુ શાસકોએ લોકોને માહિતી ન આપવી પડે તે માટે ચાલતી પકડી હતી. શાસકોએ સમજવું રહ્યું કે, સરકાર તો આવતી અને જતી રહેશે. શાસકોની સદબુદ્ધિ માટે કોંગ્રેસના સભ્યોએ રામધુન બોલાવી હતી.