વિગતો અનુસાર, વિભાગીય નિયામક બી. સી જાડેજાના જણાવ્યાં પ્રમાણે વોલ્વો સીટર અને સ્લીપર તેમજ એ.સી. સીટર અને સ્લીપર બસના નવા રૂટ ભુજથી અમદાવાદ આઠ, રાજકોટ 10 તેમજ સુરતના ચાર, ગાંધીનગર, મહુવા, અંબાજી, દીવ, જાફરાબાદ, મોડાસા, મુલુંડ આવાગમન કરશે.
ભુજથી વોલ્વો બસ શરૂ, પ્રવાસીઓને લાભ લેવા કરાઈ અપીલ - kutch
કચ્છ: ભુજ ખાતે પ્રીમિયમ સર્વિસ હબ (વોલ્વો હબ) શરૂ કરી દેવાયું છે અને તેનો પ્રવાસીઓને આ નવી સેવાનો લાભ લેવા અપીલ કરી હતી. ભુજને વોલ્વો હબ મળતા 8 રૂટ અને 22 શિડયુલનો પ્રારંભ કરી દેવાયો છે.
ભુજથી પ્રીમિયમ સર્વિસ હબ (વોલ્વો હબ) શરૂ
તેમજ 8 રૂટ માટે નવી બસ જ્યારે અન્ય અમદાવાદ, સુરત અને રાજકોટથી બસ જોડાશે. હાલમાં ભુજના નવા બસ સ્ટેશનમાં આ માટે એક પ્લેટફોર્મ બાધિત રખાશે અને ભવિષ્યમાં જો પ્રવાસીઓનો સહકાર સારો સાંપડશે તો વધુ બસ અંગે વિચારણા હાથ ધરાશે.
અલબત્ત ઉપરોકત રૂટની ગોઠવણી જ એ રીતે કરાઇ છે કે, જેના થકી અન્ય રૂટની બસને કોઇ મુશ્કેલી નહીં પડે. ભૂજના હંગામી બસ મથક ખાતેથી ડી.ડી.ઓ. પ્રભવ જોશી, એડિશનલ કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ નવી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું.