કચ્છઃ હર ઘર તિરંગા અભિયાન(Har Ghar Tiranga ) સમગ્ર દેશભરમાં 13થી 15 ઓગષ્ટ સુધી યોજાનાર છે. વર્ષ 1971ના યુદ્ધમાં (1971 India Pakistan War)પાકિસ્તાનના લશ્કરી વિમાનોએ બોમ્બ ફેકીને હવાઇપટ્ટીને (Bhuj Airport )નુકશાન પહોંચાડ્યું હતું. ત્યારે જીવના જોખમે એક જ રાતમાં રન-વે બનાવનારી ભુજ તાલુકાના માધાપર ગામની વિરાંગનાઓએ સમગ્ર દેશ અને કચ્છવાસીઓને દેશની આન-બાન-શાન સમા રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ઘર ઘર લહેરાવવા અપીલ કરી છે.
આ પણ વાંચોઃCM ભુપેન્દ્ર પટેલે સુરતથી 'હર ઘર તિરંગા' યાત્રાની કરાવી શરૂઆત
ભુજની હવાઇપટ્ટીને રાતોરાત તૈયાર કરી -જીવનના સાતમાં દાયકામાં પહોંચેલી વીરાંગનાઓ (Viranganao of Madhapar village)કાનબાઇ શિવજી, સામુબહેન ખોખાણી, સામુબહેન ભંડેરી અને રતનબહેન હિરાણીએ જણાવ્યું હતું કે, જ્યારે દેશને અમારી જરૂરિયાત પડી હતી ત્યારે અમે પરિવાર અને નાના બાળકોની પરવા કર્યા વગર જીવના જોખમે રન-વે બનાવવાની કામગીરી કરી હતી. માત્ર એક હાકલ પર અનેક મહિલાઓએ ઘરબાર છોડીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી બોમ્બવર્ષા વચ્ચે ભુજની હવાઇપટ્ટીને રાતોરાત તૈયાર કરીને દેશના રક્ષણમાં અમારૂ યોગદાન આપ્યું હતું. કોઇપણ સંજોગો હોય રાષ્ટ્ર પ્રથમ હોવું જોઇએ.