ગુજરાત

gujarat

ભુજમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન 12 વ્યક્તિઓ દ્વારા જાહેરનામાનો ભંગ, 9 વાહન ડિટેઇન

By

Published : Apr 11, 2021, 2:30 PM IST

કોરોના કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે અને ગુજરાત સરકારના નિર્ણયને ધ્યાનમાં લઈને ભુજમાં પણ રાત્રી કર્ફ્યુ લગાવામાં આવ્યો છે, ત્યારે આ રાત્રી કર્ફ્યૂના જાહેરનામાનો ભંગ કરવા બદલ 12 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને બિનજરૂરી હરતા ફરતા 9 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા.

ભુજ
ભુજ

  • રાત્રી કર્ફ્યૂના જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાયો
  • 7 એપ્રિલથી 9 એપ્રિલ દરમિયાન 36 વાહનો કબજે કરાયા
  • કુલ 156 વ્યક્તિઓ પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલાયો

ભુજ: ગુજરાત સરકાર દ્વારા જે શહેરોમાં કોરોનાની વધારે અસર વર્તાય છે તેવા વિસ્તારોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લગાડવામાં આવે ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજમાં પણ રાત્રી કર્ફ્યુ લગાવામાં આવ્યું છે.

આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં માસ્ક મામલે 10 લાખ ઉપરાંતનો દંડ વસુલાયો

જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો તથા દંડ વસૂલાયો

કચ્છ કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા રાત્રી કર્ફ્યુના જાહેરનામાના ભંગ કરવા બદલ 12 વ્યક્તિઓ સામે રોજ A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત 9 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા અને આઠ વ્યક્તિઓને માસ ન પહેરવા બદલ 1,000 રૂપિયા પેટે 8,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ભુજમાં રાત્રી કર્ફ્યુમાં જાહેરનામાનો ભંગ

આ પણ વાંચો:રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ નાગરિકોએ રૂપિયા 114 કરોડથી વધુનો દંડ ભર્યો

461 વ્યક્તિઓ પાસેથી 4,61,000 રૂપિયાનો માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલાયો

માસ્ક ડ્રાઈવ દરમિયાન 461 વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. આ ઉપરાંત 3 એપ્રિલથી 7 એપ્રિલની માસ્ક ડ્રાઈવ દરમિયાન 461 વ્યક્તિઓ પાસેથી 4,61,000 રૂપિયાનો માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો હતો. કર્ફ્યુ સિવાય કોરોનાને લગતા જાહેરનામાના ભંગ બદલ 20 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો. તેમજ 8 એપ્રિલના રોજ 36 વાહન ડિટેઇન કરવામાં આવ્યા હતા અને 148 વ્યક્તિઓ સામે માસ્ક ન પહેરવા બદલ દંડ વસૂલાયો હતો અને કર્ફ્યુ સિવાય કોરોનાને લગતા જાહેરનામાના ભંગ બદલ 20 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details