કચ્છઃ સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે એક સાથે લડી રહી છે, ત્યારે દેશભરમાં કોરોના જંગમાં જીવ જોખમમાં મુકનારા વિવિધ વર્ગ માટે વિશેષ જોગવાઈ કરાઈ છે. આ જોગવાઈ મુજબ ગુજરાતના પત્રકારોને પણ સમાવી લેવાની વિચારણ કરતો એક પત્ર કચ્છના યુવા સાંસદે રાજ્ય સરકારને લખ્યો છે.
પત્રકારોને પણ આર્થિક સુરક્ષા કવચ જરૂરી, કચ્છના સાંસદે રાજ્ય સરકારને કરી રજૂઆત - કોરોના વાઇરસ લેટેસ્ટ ન્યૂઝ
સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે દિવસ-રાત કામ કરતા લોકોની દેશના દરેક નાગરિક પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ પત્રકારો માટે ચિંતા વ્યક્ત કરી છે અને પત્રકારોને પણ આર્થિક સુરક્ષા કવચ જરૂરી છે તેવી સરકારને રજૂઆત કરી છે.
રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલને રજૂઆત કરતા આ પત્રમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે, જેમ તબીબો, નર્સ, આરોગ્ય કર્મચારીઓ, સફાઈ કામદારો કોરોના સામેને જંગના યોદ્ધાઓ છે તેમ લૉકડાઉન વચ્ચે પ્રસાર પ્રચાર માટે જીવના જોખમે કામ કરતા પત્રકારોના યોગદાનની નોધ લેવી જોઈએ.
રાજ્ય સરકારે ચોકકસ જોગવાઈ સાથે જેમ આરોગ્ય સહિતના કર્મચારીઓ માટે સરકારે વિશેષ સુરક્ષા અને આથિક સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય કર્યો તેવી જ રીતે પત્રકારો માટે બિમારી કે જાનહાનિ સમયે યોગ્યતા મુજબ આર્થિક સુરક્ષા પુરી પાડવાની વિચારણા કરવા વિનંતી કરી છે.