ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ લોકસભા બેઠક પર ફરી એકવાર લહેરાયો ભગવો

કચ્છઃ કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જંગી મતોથી વિજય મેળવ્યો છે.વર્ષ 2014થી કચ્છની બેઠક પર ભાજપની જ સત્તા જોવા મળે છે. આ વખતે પણ એવી  વિનોદ ચાવડાની ઉમેદવારી નોંધાતા સાથે તેમની જીતની નક્કી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા હતા. જે પરિણામ આવતા ખરી સાબિત થઇ છે.

કચ્છ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો

By

Published : May 25, 2019, 4:51 PM IST

કચ્છ લોકસભા બેઠકને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. કારણ કે,1996થી આ બેઠક પર માત્ર ભાજપની સત્તા જોવા મળે છે. આ વારસાને 2019ના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાએ 3 લાખ જેટલી સરસાઇથી જીત મેળવીને કાયમ રાખ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર નરેશ મેહશ્વરીએ ઉમેદવારી નોંધાવી હતી. જેમની સામે વિનોદ ચાવડાએ ભારે બહુમતિ મેળવીને જીત મેળવી છે.

કચ્છ લોકસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો
આ વખતે કચ્છમાં કુલ 58.3 ટકા મતદાન નોંધાયું હતુ. જે 2014ની સરખામણીએ ઘણું ઓછું નોંધાયું છે. જેમાં મોરબી સહિત કચ્છ લોકસભા બેઠક પરની સાત વિધાનસભાના મતક્ષેત્રોમાં નોંધાયેલાં કુલ 17,43, 825 મતદારો પૈકી 10,15, 357 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ લોકસભા ચૂંટણીમાં કુલ 8 ઉમેદવારોએ કચ્છ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાને 6 લાખથી વધુ મળ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવારને 3 લાખ જેટલા મત મળ્યા હતા. આમ, વિનોદ ચાવડાએ ત્રણ લાખની સરસાઇના મતોથી વિજયનો પરચમ લહેરાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details